ભારતીય વાયુસેના (IAF) એ ફરી એક વખત પ્રશંસનીય કામગીરી કરતા થાઇલેન્ડના માએ સોટ વિસ્તારથી 125 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પરત મોકલ્યા. મ્યાનમારના માયાવાડી વિસ્તારમાં ફેલાયેલા નોકરી કૌભાંડના જાળમાં ફસાયેલા ભારતીયોને મુક્ત કરવા માટે ભારત દ્વારા સતત પ્રયત્નો ચાલુ છે. માર્ચ 2024થી અત્યાર સુધીમાં કુલ 1,500 ભારતીયોને બચાવવામાં આવ્યા છે.
ભારત સરકારના માર્ગદર્શનમાં બેંગકોક સ્થિત ભારતીય દૂતાવાસ અને ચિયાંગ માઇના કોન્સ્યુલેટે, થાઇલેન્ડની વિવિધ સરકારી એજન્સીઓ સાથે મળીને, આ ફસાયેલા ભારતીયોને માનવતાવાદી આધાર પર સ્વદેશ પરત લાવવા મદદરૂપ બન્યા છે.
દૂતાવાસની કડક ચેતવણી
દૂતાવાસે તમામ ભારતીયોને ખાસ ચેતવણી આપી છે કે “વિદેશમાં નોકરી માટે જતા પહેલા કંપની અને એજન્ટોની સઘન તપાસ કરવી જરૂરી છે. થાઇલેન્ડમાં વિઝા-મુક્ત પ્રવેશ માત્ર પર્યટન અને નાના વ્યવસાય માટે માન્ય છે, રોજગાર માટે નહીં.”
IAFની વિશેષ ઉડાનોથી 269નો બચાવ
મંગળવારે IAFની બે વિશેષ ઉડાનો દ્વારા કુલ 269 ભારતીયોને, જેમાં 11 મહિલાઓનો પણ સમાવેશ થાય છે, ભારત પાછા લાવવામાં આવ્યા.
આ બધા મ્યાનમારના ગેરકાયદેસર કૌભાંડ કેન્દ્રોમાં ફસાયેલા હતા અને તાજેતરના લશ્કરી દરોડા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.
થાઇ વડા પ્રધાનનો સહકાર
ગયા અઠવાડિયે જ્યારે 197 ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા, ત્યારે થાઇ વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે માએ સોટની મુલાકાત લઈને કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું હતું. તેમણે ભારતીય રાજદૂત નાગેશ સિંહ સાથે મુલાકાત કરી અને વિશ્વાસ આપ્યો કે “થાઇ સરકાર ભારતીય નાગરિકોના સુરક્ષિત પરત ફરવામાં સંપૂર્ણ સહયોગ આપતી રહેશે.”
ભારત સરકાર, IAF, અને થાઇ સત્તાધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી મોટી સંખ્યામાં નાગરિકોને માનવ તસ્કરી અને નોકરી કૌભાંડ જેવી ગંભીર સમસ્યાઓમાંથી બચાવવામાં સફળતા મળી રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






