દિલ્હી બ્લાસ્ટ પગલે સમગ્રમાં ગુજરાત હાઇ એલર્ટ : અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિત અનેક સ્થળો પર સઘન સુરક્ષા

દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટનાને પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાઇ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દીધી છે. ખાસ કરીને રાજ્યના મહત્વપૂર્ણ ધાર્મિક અને સંવેદનશીલ સ્થળો પર પોલીસ સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરી રહી છે. ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થાનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેમાં અંબાજી, સોમનાથ અને દ્વારકા મુખ્ય છે.

અંબાજી, સોમનાથ મંદિરે સુરક્ષા વધારી:
શક્તિપીઠ અંબાજી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી સુરક્ષા બંદોબસ્ત સઘન રીતે વધારવામાં આવ્યો છે. સોમનાથ મંદિરમાં પ્રવેશ કરતા શ્રદ્ધાળુઓ અને તેમના સામાનની ચેકિંગ તદ્દન સખત છે. દ્વારકાધીશ મંદિર અને આસપાસના વિસ્તારોમાં પણ પોલીસના ચેકિંગ પોઈન્ટ્સ ગોઠવવામાં આવ્યા છે.

અમદાવાદમાં ભદ્રકાળી મંદિર પાસે સઘન ચેકિંગ:
રાજ્યમાં કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ભદ્રકાળી મંદિર, વ્યસ્ત બજારો અને જાહેર સ્થળો પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ વધારી દેવાયું છે. ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તમામ જિલ્લા અને શહેર પોલીસને સતર્ક રહેવા અને ત્વરિત પગલાં લેવા સૂચના આપી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈઝરાયલે South Pars Gas Field પર હુમલો કર્યો, ઈરાનની ખાડી દેશોને કડક ધમકી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ હવે વધુ ગંભીર બન્યો છે. ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્રોમાંના એક, South Pars Gas Field, પર તાજેતરમાં થયેલા હુમલાએ સમગ્ર ખાડી પ્રદેશમાં…

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…