જલ જીવન મિશન 2.0 માટે કેન્દ્ર-રાજ્ય વચ્ચે એમઓયુ, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ કરાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને કેન્દ્રના પેયજળ અને સ્વચ્છતા વિભાગ વચ્ચે જલ જીવન મિશન 2.0 અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સુવિધા વધુ સુલભ બનાવવા મહત્વપૂર્ણ એમઓયુ (MoU) સંપન્ન થયાં છે. આ વેળાએ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના વિસ્તારો સહિત દરેક ખૂણે પૂરતું સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સરકાર દ્વારા કરાયેલા આ એમઓયુ રાજ્યના પેયજળ વ્યવસ્થાપન તેમજ ગ્રામ્ય જનજીવનના ગુણાત્મક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્રની દરેક યોજનાઓનું અગ્રતાના ધોરણે સફળ અમલીકરણ કરે છે. જલ જીવન મિશન 2.0 અંતર્ગત થયેલા આ એમ.ઓ.યુ. રાજ્યના ગ્રામ્ય વિકાસમાં એક માઈલસ્ટોન સાબિત થશે. દરેક ઘરમાં સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી પહોંચાડવાનો સંકલ્પ હવે વધુ દ્રઢતા સાથે આગળ વધશે.

જલ જીવન મિશનની શરૂઆત 15 ઓગસ્ટ 2019ના રોજ “હર ઘર જલ”ના સંકલ્પ સાથે કરવામાં આવી હતી, જેમાં દરેક ગ્રામ્ય ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. ગુજરાતે આ લક્ષ્યાંક ઓક્ટોબર 2022 સુધીમાં સફળતાપૂર્વક હાંસલ કર્યો છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે.

હવે જલ જીવન મિશન 2.0 અંતર્ગત 2028 સુધી પાણી પુરવઠા વ્યવસ્થાનું વધુ મજબૂતીકરણ, નિયમિતતા અને સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. આ એમઓયુ દ્વારા યોજનાઓના અસરકારક અમલીકરણ, મોનીટરીંગ અને પારદર્શિતામાં વધારો થશે.

આ એમ.ઓ.યુ. મુજબ રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સતત અને ગુણવત્તાયુક્ત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે તેમજ “Har Ghar Jal” પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો વધુ વેગવાન બનશે.

એમ.ઓ.યુ. અંતર્ગત પાણી પુરવઠા યોજનાઓ સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરી ગામ પંચાયતોને સોંપવી, ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) સુનિશ્ચિત કરવું, ગામ સ્તરે વિલેજ વોટર એન્ડ સનિટેશન કમિટિ(VWSC) દ્વારા પાણી વ્યવસ્થાનું સંચાલન, પાણી સ્ત્રોતોની લાંબા ગાળાની સુરક્ષા અને સસ્ટેનેબિલિટી પર ભાર મૂકવો વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ડિજિટલ મોનીટરીંગ માટે ‘સુજલમ ભારત’ અને ‘પીએમ ગતિશક્તિ’ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી પારદર્શિતા વધારવામાં આવશે. પાણીની ગુણવત્તા ચકાસણી, નાણાંકીય શિસ્ત, ‘નલ જલ મિત્ર’ જેવી પહેલો થકી માનવ સંસાધન વિકાસ અને પાણી સંરક્ષણ માટે જલ ઉત્સવ જેવા જનજાગૃતિ અભિયાનો પણ આ મિશનનો અભિન્ન ભાગ રહેશે.

આ એમ.ઓ.યુ. હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારોની જવાબદારીઓ પણ સ્પષ્ટ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર માર્ગદર્શન, ફંડિંગ અને મોનીટરીંગ કરશે, જ્યારે રાજ્ય સરકાર અમલીકરણ, નીતિ સુધારા અને ટેકનિકલ સપોર્ટની જવાબદારી નિભાવશે.

આ અવસરે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકીંગ વોટર એન્ડ સેનિટેશનના સચિવ અશોક મીના વીડિયો કોન્ફરન્સના જોડાયા હતા, જ્યારે રાજ્ય સરકાર વતી પાણી પુરવઠાના અગ્ર સચિવ શાહમીના હુસેન, પાણી પુરવઠાના મુખ્ય ઈજનેર સર્વ નીરવ સોલંકી, કુ. ધરા વ્યાસ તેમજ ભાવિક રાઠોડ પ્રત્યક્ષ જોડાયા હતા.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Horoscope : 30 સપ્ટેમ્બર 2026નું રાશિફળ, બુધવાર

    Horoscope ♈ મેષ રાશિ કરિયર: અટકેલા કામને આગળ ધપાવવાનો દિવસ છે. ઓફિસમાં તમારી જવાબદારી વધી શકે છે.નાણાં: પરિવારના ખર્ચ અથવા બજેટને લઈને ચર્ચા થઈ શકે છે, તેથી ખર્ચ કરતા પહેલાં હિસાબ ચોક્કસ કરો. પ્રેમ: જીવનસાથી સાથે નાની ગેરસમજ થઈ શકે, પરંતુ વાતચીતથી ઉકેલ આવશે.સ્વાસ્થ્ય: થાક અને ઊંઘની કમીથી બચો.શુભ રંગ: લાલ | શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ કરિયર: કામમાં સ્થિરતા રહેશે. અધૂરું કામ પૂર્ણ કરવા માટે સારો દિવસ છે.નાણાં: પૈસાની બાબતમાં વ્યવહારુ નિર્ણય લેવો લાભદાયક રહેશે. બિનજરૂરી ખરીદી ટાળો.પ્રેમ: સંબંધોમાં વિશ્વાસ વધશે અને પરિવાર તરફથી સહયોગ મળશે.સ્વાસ્થ્ય: આરામ અને નિયમિત દિનચર્યા પર ધ્યાન આપો.શુભ રંગ: સફેદ | શુભ અંક: 6 ♊ મિથુન રાશિ કરિયર: નવી તક અથવા નવા પ્રોજેક્ટની શરૂઆત થઈ શકે છે. તમારી વાત…

    દુબઈથી Mumbai આવતા જ , ₹5.17 કરોડનું કૌભાંડ આચરનાર કુખ્યાત શખ્સ દબોચાયો Breakthrough

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી Mumbaiઆવતા જ ઝડપાયો: ટાસ્ક ફ્રોડ અને ફેક આઈસગેટ કૌભાંડમાં 3 વર્ષથી ફરાર હતો, બે દિવસમાં ₹5.17 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવ્યા’તા Mumbai: સાયબર ક્રાઇમના એક મોટા કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી દુબઈથી Mumbai પરત ફરતા જ પોલીસના હાથે ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ટાસ્ક ફ્રોડ અને કથિત ફેક આઈસગેટ કૌભાંડ સાથે સંકળાયેલો હતો. તપાસમાં આરોપી દ્વારા માત્ર બે દિવસના સમયગાળામાં આશરે ₹5.17 કરોડના શંકાસ્પદ ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં આરોપીની ભૂમિકા સાયબર છેતરપિંડીના નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓના ઉપયોગ સાથે જોડાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસથી બચવા માટે વિદેશમાં રહેતો આરોપી દુબઈથી Mumbai આવ્યો ત્યારે જ તપાસ…