GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર, પ્રિલિમ પરીક્ષા આ તારીખે લેવાશે

GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. GPSC વર્ગ 1-2 ની ભરતી માટે પ્રિવિમ પરિક્ષા 6 એપ્રિલે યોજાશે. આવનાર ત્રણથી ચાર દિવસમાં નિયમો તૈયાર કરી જાહેર થશે. અરજી કરવા માટે ઉમેદવારો તૈયારી કરી રાખવા સૂચના આપવામાં આવી છે. ઝડપી અરજી પ્રક્રિયા પૂર્ણ કરી પરીક્ષા લેવાશે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી નાયબ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ ૧ અને મદદનીશ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ ૨ ની ભરતી રદ કરાઈ છે. બન્ને બેઠકો મા ત્રણ જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ હતી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 01/02/2025 ના રોજ જાહેર કરાયેલ ભરતી 19 ફેબ્રુઆરી 2025 ના રોજ રદ કરવામાં આવી હતી.

જેના કારણમાં આ બંને જગ્યાઓ માટેના ભરતી નિયમોમાં સુધારા તેમજ બંને સંવર્ગોના રોસ્ટર પ્રમાણિત કરવાની કાર્યવાહી ચાલુ હોવાથી હાલ આ પગલું લેવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે અને તે માટે નવી જાહેરાતો આપવામાં આવશે. જો કે નવી જાહેરાતો અને ભરતી ક્યારથી શરૂ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી આપવાં આવી નથી.

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *