ગાંધીનગરઃ તિરુવનંતપુરમમાં ભાજપના વિજય બાદ કેરળના પ્રતિનિધિઓ ગુજરાત અભ્યાસ પ્રવાસે

તિરુવનંતપુરમ મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ કેરળના નવનિર્વાચિત પ્રતિનિધિઓ હાલમાં ગુજરાતના અભ્યાસ પ્રવાસે આવ્યા છે. ‘વિકસિત કેરળ માટે ભાજપ’ અભિયાન અંતર્ગત ગુજરાત પહોંચેલા આ પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી અને વિકાસ મુદ્દાઓ પર સંવાદ સાધ્યો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે શહેરી વિકાસને એક તક તરીકે અપનાવી સર્વાંગી પ્રગતિના નવા આયામો સર કર્યા છે. સુવ્યવસ્થિત શહેર આયોજન, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકો કેન્દ્રિત શાસન ગુજરાતના વિકાસ મોડેલના મુખ્ય આધારસ્તંભો છે.

મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતનું ડેવલપમેન્ટ મોડેલ કેરળના લોકપ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં વિકાસકાર્યો આગળ વધારવા માટે નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડશે. તેમણે ઉમેર્યું કે આ અભ્યાસ પ્રવાસ ‘વિકસિત કેરળ’ના નિર્માણમાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

કેરળના પ્રતિનિધિઓએ પણ ગુજરાતમાં અમલમાં મુકાયેલા વિવિધ શહેરી વિકાસ પ્રોજેક્ટ્સ અંગે રસ દર્શાવ્યો અને પોતાના રાજ્યમાં યોગ્ય મોડેલ અપનાવવાની ઇચ્છા વ્યક્ત કરી.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સાંબરકાઠાના મુડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના “નૂતન સંકુલ”નો ત્રિ-દિવસીય ઉદ્ઘાટન

સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે આધ્યાત્મિક માહોલમાં આ અવસરે શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીસદાનંદ સરસ્વતીજી મહારાજ આશીર્વાદ આપવા પધાર્યા હતા. ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા આ અવસરે મુખ્યમંત્રી…

માઁ અંબાની અનોખી આરાધના – ચાચર ચોકમાં કર્યું 1200 બાળાઓનું પૂજન

અંબાજી મંદિરમાં 1200 કન્યાઓનું વિશેષ પૂજન તલોદના વૈષ્ણોદેવી ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કન્યાઓને કુંકુમ, તિલક અને ચણિયા-ચોળી સાથે આશીર્વાદ મંદિરના ચાચર ચોકમાં ગરબા રમ્યા અંબાજી મંદિરમાં 1200 કન્યાઓનું પૂજન કરવામાં…