ભાજપ સ્થાપના દિવસ: 47માં સ્થાપના દિવસે અમિત શાહનો સંદેશ – ‘દરેક કાર્યકર દેશસેવામાં સમર્પિત’

આજે ભારતીય જનતા પાર્ટી પોતાનો 47મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ, 1980ના રોજ થઈ હતી, જ્યારે તેની વિચારધારાનું મૂળ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા સ્થાપિત જનસંઘમાં જોવા મળે છે. દેશભરમાં આ પ્રસંગે ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અમિત શાહનો સંદેશ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ સ્થાપના દિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, “દેશની સુરક્ષા, વિકાસ અને સંસ્કૃતિના પુનર્જાગરણ માટે ભાજપે મહત્વપૂર્ણ કામ કર્યું છે. ‘રાષ્ટ્ર પહેલા, પાર્ટી પછી, સ્વ છેલ્લે’ એ ભાજપનો મૂળ મંત્ર છે, અને દરેક કાર્યકર દિવસ-રાત દેશની સેવા માટે સમર્પિત છે.”

ઈતિહાસ અને વિકાસ
– 975ની કટોકટી બાદ વિરોધ પક્ષોએ મળીને 1977માં જનતા પાર્ટી બનાવી હતી, જે 1980માં તૂટી જતા ભાજપનું સ્વતંત્ર અસ્તિત્વ ઊભું થયું.

– 1984ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ફક્ત 2 બેઠકો મળી હતી, પરંતુ પછીના સમયમાં પાર્ટીએ ઝડપી વૃદ્ધિ નોંધાવી. 1989માં 80થી વધુ બેઠકો જીત્યા બાદ ભાજપ રાષ્ટ્રીય રાજકારણમાં મજબૂત બની.

– 1996માં 161 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની અને 1999માં સત્તામાં આવીને 2004 સુધી સફળ શાસન કર્યું.

આ રીતે બે બેઠકોમાંથી શરૂ થયેલી ભાજપની સફર આજે દેશની સૌથી મોટી રાજકીય શક્તિઓમાંની એક તરીકે ઉભરી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    US-Iran કરારની વિગતો જાહેર કરવામાં વિલંબ, જેડી વેન્સે પાકિસ્તાન અને કતારને ગણાવ્યા જવાબદાર

    અમેરિકા અને ઈરાન વચ્ચે ચર્ચામાં રહેલા સંભવિત કરાર (MoU)ની વિગતો જાહેર કરવામાં થયેલા વિલંબને લઈને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સએ પાકિસ્તાન અને કતારની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે કરારનો…

    G7 સમિટમાં મોદી-ટ્રમ્પ મુલાકાત ચર્ચામાં: ભારતની સુરક્ષા, ટ્રેડ ડીલ અને વૈશ્વિક મુદ્દાઓ પર થઈ મહત્વપૂર્ણ ચર્ચા

    ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલી G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આશરે 16 મહિનાના અંતર બાદ બંને નેતાઓની સામસામે મુલાકાતે…