નેપાળમાં પેટ્રોલ સંકટનો પ્રભાવ: અઠવાડિયામાં બે રજાઓ, સરકારના નવા નિયમો અમલમાં

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના પ્રભાવને કારણે નેપાળ માં પેટ્રોલિયમ સંકટ ઊભું થયું છે. પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને લોકોને ઇંધણ સરળતાથી ઉપલબ્ધ નથી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંત્રીમંડળે અઠવાડિયામાં બે દિવસની રજાની જાહેરાત કરી છે, જેમાં હવે શનિવાર અને રવિવારે સરકારી કચેરીઓ બંધ રહેશે. સાથે જ, નવા નિયમ મુજબ સરકારી કચેરીઓનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે.

નેપાળના વડા પ્રધાન બલેન્દ્ર શાહ એ પેટ્રોલિયમ સંકટને પહોંચી વળવા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. બેઠક દરમિયાન ઇંધણના વપરાશમાં ઘટાડો લાવવા માટે આ પગલું ભરવાનો નિર્ણય લેવાયો હતો.

વિશ્વસ્તરે Strait of Hormuz માં ઉભી થયેલી પરિસ્થિતિને કારણે પેટ્રોલિયમ સપ્લાય પર અસર પડી છે. આ માર્ગ વિશ્વના આશરે 20-25 ટકા તેલ અને ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યાં થયેલા તણાવને કારણે ઇંધણની અછત અને ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.

સરકારના પ્રવક્તા સસ્મિત પોખરેલે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ પુરવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. નવા નિયમો હેઠળ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ હવે અઠવાડિયામાં બે દિવસ બંધ રહેશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    થાઈલેન્ડની શાળામાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર સહિત 7ના મોત

    થાઈલેન્ડમાં ફરી એકવાર ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. રાજધાની બેંગકોકને અડીને આવેલા નોન થાબુરી પ્રાંતના બેંગ ક્રૂઆઈ જિલ્લામાં આવેલી એક શાળામાં શુક્રવારે અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. દેબસિરિન નોનથાબુરી સ્કૂલમાં બનેલી આ ઘટનામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત કુલ 6 લોકોના મોત થયા હતા, જ્યારે ગોળીબાર કરનાર વિદ્યાર્થીએ બાદમાં પોતાને ગોળી મારી દેતાં મૃત્યુઆંક વધીને 7 થયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે બેંગકોકની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ગોળીબારથી શાળામાં મચી અફરાતફરી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શાળામાં અચાનક ગોળીઓના અવાજો સંભળાયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. એક 18 વર્ષના વિદ્યાર્થીએ જણાવ્યું કે શરૂઆતમાં તેને…

    2026 પંજાબ ભાજપ અકાલી દળ ગઠબંધન : ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી થશે? પીએમ મોદી અને સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ

    પીએમ નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ-અકાલી દળના ગઠબંધનને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. જાણો સમગ્ર ઘટનાક્રમ અને તેની રાજકીય અસર. ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી શરૂ થશે? પીએમ મોદી-સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ પંજાબના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારની અટકળો તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળ (SAD)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ અને અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધન થઈ શકે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. બંને પક્ષ તરફથી આ મુલાકાત અંગે કોઈ સત્તાવાર રાજકીય જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં આ બેઠકને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. એક સમય…