સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026: કોંગ્રેસે 243 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 243 ઉમેદવારોના નામો સામેલ છે, જે રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ માટે ચૂંટણી લડશે.

આ યાદીમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓ માટેના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા માટે કોંગ્રેસે કુલ 92 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

પાર્ટીએ કેટલાક વર્તમાન કોર્પોરેટરો પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દાણીલીમડા વોર્ડમાંથી શેહઝાદ ખાન પઠાણને ફરી તક આપવામાં આવી છે, જ્યારે અમરાઈવાડી વોર્ડમાં જગદીશ રાઠોડને રિપીટ કરવામાં આવ્યા છે. દરિયાપુર વોર્ડમાંથી નીરવ બક્ષીને પણ ફરી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આ ઉમેદવાર યાદી જાહેર થતાં જ રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આગામી દિવસોમાં અન્ય રાજકીય પક્ષો પણ પોતાની યાદી જાહેર કરશે, જેના કારણે રાજકીય સ્પર્ધા વધુ તેજ બનવાની સંભાવના છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6 વર્ષીય બાળકનું મોત

    રાજકોટમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6 વર્ષીય બાળકના મોતથી આરોગ્ય તંત્રમાં ચિંતા વધી છે. ધ્રોલ પંથકના આ બાળકની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી હતી. જોકે, સારવાર દરમિયાન જ બાળકનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી અનુસાર, બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળ્યા બાદ તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તબીબોની ટીમ દ્વારા સતત દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી હતી. ચાંદીપુરાનો લેબ રિપોર્ટ આવે તે પહેલાં જ બાળકનું મોત આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસની શક્યતાને ધ્યાનમાં રાખીને બાળકના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. લોહીના નમૂના સહિતના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, ચકાસણીના રિપોર્ટ આવે…

    મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અરેબિયા વચ્ચે ઐતિહાસિક સંરક્ષણ કરાર, NATO જેવી ગઠબંધનની ચર્ચા તેજ

    પશ્ચિમ એશિયામાં વધતા સુરક્ષા પડકારો અને આંતરરાષ્ટ્રીય રાજકીય ફેરફારો વચ્ચે સાઉદી અરેબિયા, તુર્કીયે અને પાકિસ્તાને એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર કર્યો છે. મક્કામાં થયેલા આ કરારને ત્રણેય દેશો વચ્ચેના સૈન્ય અને વ્યૂહાત્મક સંબંધોને નવી દિશા આપનાર પગલું માનવામાં આવી રહ્યું છે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે મધ્ય પૂર્વમાં વિવિધ સંઘર્ષો, સુરક્ષા જોખમો અને પ્રાદેશિક તણાવ સતત વધી રહ્યા છે. ત્રણેય દેશોએ પોતાની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા અને એકબીજા સાથે સહયોગ વધારવા માટે આ કરાર પર સહમતિ વ્યક્ત કરી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીયેના રાષ્ટ્રપતિ રજબ તૈયપ એર્દોગન, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સંયુક્ત રક્ષણનો સંકલ્પ, એક પર હુમલો…