Gandhinagar : ગુજરાતમાં માવઠુ થશે કે નહીં ? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માર્ચ મહિનામાં હવામાનમાં અનેક બદલાવ આવ્યા છે. જેના કારણે થોડા દિવસ ગરમી તો થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ.

આ પણ વાંચો :- વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ઝડપાયો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી, માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે.

આ સાથે હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે, કચ્છ, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે. માર્ચ મહિનાના અંતથી આંધી વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાશે. તેજ પવનની ગતિના કારણે ઉભા કૃષિ પાકો, બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતાઓ રહેશે.

આ પણ વાંચો :- Mehsana : મહેસાણામાં બે વિદ્યાર્થિનીઓ થઈ ગુમ, પરિવારજનોમાં ચિંતાનો માહોલ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો તેમાં તેમણે પણ માવઠાની આગાહી આપી છે. તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, માર્ચના અંતિમ દિવસોમાં પવનની થોડી સ્પીડ જોવા મળશે. આ બહુ મોટો ફેરફાર નહીં હોય. કેટલાક વિસ્તારોમાં ઝટકાંના પવનો હશે તે વધુ હશે.

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, 31મી માર્ચથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે. સૌપ્રથમ આ પલટો દક્ષિણ ગુજરાતમાં પલટો આવશે. પછી પહેલી એપ્રિલથી લઈને ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. અનેક જગ્યાએ ઘાટા વાદળો છવાશે. છૂટી છવાઈ જગ્યાએ માવઠાના ઝાપટાં પણ પડી શકે છે. 31 માર્ચથી લઈને પાંચમી એપ્રિલ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા માવઠાના ઝાપટાં પડી શકે છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *