Ahmedabad : રાજ્યમાં ઠંડી બાદ ફરી ગરમીમાં શેકાવવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ગરમીના પ્રારંભમાં જ ઠંડા પવન ફૂંકાતા લોકોને ઠંડીની અસર વર્તાઈ હતી. જેને સતત બે દિવસથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે નલિયાનું તાપમાન ઘટી 6.2 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠૂંઠવાઈ ગયા હતા. ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જોકે, આગામી 24 કલાક બાદ એટલે કે, 7 માર્ચ બાદ ફરી તાપમાનમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર અશોકકુમાર દાસના જણાવ્યા પ્રમાણે અચાનક પવનની ગતિ વધી જવાનું કારણ પ્રેશર ગ્રેડિએન્ટ છે. એટલે કે ઉત્તર તરફ હવાનું દબાણ વધુ છે અને દક્ષિણ તરફ હવાનું દબાણ ઓછું છે. એટલા માટે જ રાજ્યમાં પવનની ગતિ વધી ગઈ છે. પવન ઉત્તર તરફથી આવતા હોવાથી અતિશય ઠંડા છે.

વધુમાં તેમણે જણાવ્યુ કે, “ગુજરાતનું હવામાન આગામી સાત દિવસ સુકું રહેવાની આગાહી છે. ગુજરાતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી કોઈ શક્યતા નથી. હાલ જે તાપમાન છે તે પ્રમાણે જ આગામી 24 કલાક સુધી રહેશે. પરંતુ તે બાદ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધારો નોંધાઈ શકે છે. અમદાવાદ અને તેની આસપાસના ક્ષેત્ર છે ત્યાં આકાશ સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુતમ તાપમાન 17 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે.”

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રીલ્સની ઘેલછામાં મોત, રીલ બનાવતી વખતે 3 સગીર કેનાલમાં ડૂબ્યા

એ.કે. દાસે વધુમાં જણાવ્યુ કે, “માછીમારો ભાઈઓ માટે આજ માટે એટલે એક દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે યલો વોર્નિંગ આપવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 50 કેએમપીએસની ઝડપે ફૂંકાશે. મહત્તમ પવનની ગતિ 55 સુધીની આસપાસ રહેશે. માછીમારોને હાલ દરિયો ન ખેડવાની સલાહ આપી છે.”

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *