Ahmedabad : ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ શરુ થશે? આ તારીખની હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આ સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ઉત્તર ઉત્તરપૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. નવ અને 10મી માર્ચના રોજ એટલે કે, રવિવાર અને સોમવારે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવનના કારણે અકળામણ અનુભવાશે.

આ પણ વાંચો :- Ahmedabad : રાજ્યમાં વધુ એક પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત, DG ઓફિસમાં કાર્યરત PIએ ગુમાવ્યો જીવ

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, આગામી 24 કલાક અમદાવાદનું આકાશ સ્વચ્છ રહેશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી થવાની આગાહી છે. ગુરુવારે સતત ત્રીજા દિવસે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ઘટી 14.7 ડિગ્રીએ પહોંચી જતાં સવારે ઠંડક વર્તાઈ હતી.

તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હીટવેવના રાઉન્ડ અંગે જણાવ્યું કે, માર્ચ મહિનાની શરૂઆતથી થોડું તાપમાન ઊંચું આવ્યું હતું. હજુ કોઈ હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો નથી. આજથી પવનની ઝડપના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થશે. હીટવેવનો પ્રથમ રાઉન્ડ 9 તારીખથી ચાલુ થઈ રહ્યો છે. 9થી 13 માર્ચ સુધી હીટવેવનો રાઉન્ડ ચાલુ રહી શકે છે. આ રાઉન્ડ ટૂંકો હશે. 13 માર્ચ પછી ફરી હવામાનમાં પલટો આવશે. તાપમાન ઘટવાનું છે.

આ પણ વાંચો :- Gandhinagar : ભાજપના જિલ્લા પ્રમુખોનાં નામ જાહેર, જાણો ક્યાં કોની કરાઈ વરણી

પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યું કે, હીટવેવના આ રાઉન્ડમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જશે. આ દરમિયાન આકરો ઉનાળો જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા હશે જ્યાં 39-40 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબીમાં તાપમાન વધારે ઊંચું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં તાપમાન 39-40 ડિગ્રી પહોંચે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં કોઈ મોટો હીટવેવનો રાઉન્ડ આવે તેવી કોઈ શક્યતા નથી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *