ગાંધીનગરમાં મંદિરો તોડવા નોટિસ પાઠવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે હિન્દુ સંગઠનમાં રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમા આવતા મંદિરો તોડવાની નોટિસ મનપા દ્વારા આપવામાં આવી છે. ગાંધીનગરમાં મંદિરોને નોટિસ મળી તેમના ટ્રસ્ટી મંડળ હોદેદારો એકઠા થઇને બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો :- Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે
ગાંધીનગર મંદિરોને નોટિસ મળી છે. તમામ ટ્રસ્ટી મંડળ તેમજ હિન્દુ સંગઠનો કાર્યકરો સાથે આજે ગાંધીનગર કલેકટરને આવેદન પાઠવવામાં આવશે. જે મંદિરોને નોટિસ મળી તેને પરત ખેંચવા અંગે રજૂઆત કરવામાં આવશે. મંદીરો તોડવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવાતા વિવાદ વકર્યો છે.
27 મંદીરોને તોડવાની નોટિસ સામે વિરોધના વંટોળ ફૂંકાઇ રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ 27 મંદિરો દૂર કરવા નોટીસ આપતા હિંદૂ સંગઠનો મેદાનમાં ઉતર્યું છે. મંદીરો દૂર કરવા કાર્યવાહી થશે તો હિંદૂ સંગઠનો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો :- Gandhinagar :- ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે! તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો થશે વધારો
VHP અને બજરંગ દળ મહાનગરપાલિકાની મંદિરોને નોટિસના પગલે સોમવારે બેઠક કરશે. મંદીરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓ સાથે ભારત માતા મંદીર ખાતે સોમવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં 27 મંદિરો તોડવા મનપાની નોટિસ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








