Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે

આગામી હોળી ધુળેટીનાં તહેવારો દરમિયાન લોકોને સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમિયાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે. એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે. નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરીને રાજ્યના નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે એ માટે વધારાની પરિવહન સેવા દર વર્ષે પુરી પાડે છે.

આ પણ વાંચો :- Ahmedabad : હોળીનાં તહેવારને લઈને સ્પેશિયલ ટ્રેનો દોડશે, ઓનલાઈન ટિકિટ કરી શકાશે બૂક

હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ :- નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓમાં નોકરી, વ્યવસાય, મજૂરી અર્થે આવન જાવન કરે છે. વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો હોળી-ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે. નાગરીકો પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં તહેવારો ઉજવી શકે તે હેતુથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરવામાં આવશે. જે પૈકી ડાકોર અને દ્વારકા જવા માટે ૫૦૦ બસો દ્વારા ૪૦૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરાશે જ્યારે તારીખ ૧૦ માર્ચ ૨૦૨૫ થી ૧૬ માર્ચ ૨૦૨૫ દરમ્યાન હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.

આ પણ વાંચો :- તમે અમને સાથ આપશો તો અમે તમને હિન્દુ રાષ્ટ્ર આપીશું, બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન

ગત વર્ષે ૧૦૦૦ જેટલી બસોની કરાઈ હતી વ્યવસ્થા :- ગત વર્ષે ગુજરાત એસ. ટી. દ્વારા ૧૦૦૦ જેટલી બસો દ્વારા ૬૫૦૦ થી વધુ ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને વતન મોકલવામાં આવ્યાં હતાં. ઉપરાંત ડાકોર રણછોડરાયજી ફૂલડોલોત્સવ માટે ૪૦૦ બસો દ્વારા ૩૦૦૦ ટ્રીપોનું દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસનું ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તથા મુસાફરોને સંચાલન સબંધિત પૂછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે. જેનો રાજ્યના નાગરિકો દ્વારા ખાસ લાભ લેવા નિગમ દ્વારા અનુરોધ કરાયો છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નકલી પાસપોર્ટ કેસ: Gujarat મહિલા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર હરિકેશ પટેલ ઝડપાયો, પાસપોર્ટ જમા હોવા છતાં 5 દેશ ફર્યાનો ખુલાસો… Scandalous Nexus Exposed

નકલી પાસપોર્ટ સાથે Gujarat મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર ઝડપાયો: હરિકેશ પટેલનો પાસપોર્ટ 2023ના મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાં જમા છતાં 5થી વધુ દેશ ફરી આવ્યો Gujaratમાં નકલી પાસપોર્ટના કેસને લઈને ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ Gujarat મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્ર હરિકેશ પટેલની નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં તેના પાસેથી નકલી પાસપોર્ટ મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કેસમાં વધુ મહત્વની બાબત એ છે કે હરિકેશ પટેલનો અસલ પાસપોર્ટ વર્ષ 2023માં નોંધાયેલા મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં કોર્ટમાં જમા હોવાનું સામે આવ્યું હોવા છતાં તેણે પાંચથી વધુ દેશોની મુસાફરી કરી હોવાની માહિતી તપાસમાં સામે આવી હોવાનો દાવો છે.આ સમગ્ર મામલે હવે પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા પાસપોર્ટ,…

પૂર્વ વિસ્તારમાં પોલીસનો સપાટો: Vatva મહિલા બુટલેગરોને દારૂ પહોંચાડવા આવેલી દાહોદની ત્રણ મહિલાઓ સહિત કન્ટેનર ઝડપાયું 1 Unyielding Security Measures

પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમાં 5 સ્થળેથી દારૂ ઝડપાયો: Vatvaની મહિલા બુટલેગરોને દારૂની ડિલિવરી આપવા આવેલી દાહોદની ત્રણ મહિલા ઝડપાઈ, SP રિંગ રોડ પરથી કન્ટેનર ઝડપાયું Vatva અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે પોલીસે એક જ દિવસમાં અલગ-અલગ પાંચ સ્થળે કાર્યવાહી કરી હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીમાં ખાસ કરીને Vatva વિસ્તારમાં મહિલા બુટલેગરોને દારૂની ડિલિવરી આપવા આવેલી દાહોદની ત્રણ મહિલાઓ ઝડપાઈ હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત SP રિંગ રોડ પરથી એક કન્ટેનર પણ ઝડપાયું હોવાનું જાણવા મળ્યું છે. એક જ દિવસમાં પાંચ અલગ-અલગ સ્થળે દારૂ ઝડપાતા પોલીસની કામગીરી ચર્ચામાં આવી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *