Surat : સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માર,વેપારીઓના 100 કરોડથી વધારે રૂપિયા અટવાયા

સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માર જોવા મળી રહ્યો છે. મંદિના માહોલમાં હીરા કારીગરોની હાલત કફોડી બની છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયનની ભાવ વધારાની માગણીને લઇ લેબર કમિશનરે ડાયમંડ વર્કર યુનિયનના વિવિધ યુનિયનો સાથે બેઠક યોજી હતી. જેમાં મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં રત્ન કલાકારોને મદદરૂપ થવાની તમામ બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો :- Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે

આ ઉપરાંત સમગ્ર બાબતે નિરાકરણ લાવવા ડાયમંડ વર્કર યુનિયને માંગ કરી હતી. જો 30 માર્ચ સુધી નિરાકરણ ન આવે હડતાળની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે બીજી તરફ સુરતમાં મંદી વચ્ચે હીરાના વેપારીઓ સાયબર ક્રાઇમની તપાસથી પરેશાન થવા પામ્યા છે. જેમાં તપાસના નામે હીરાના વેપારીઓના ખાતા સીઝ કરવામાં આવ્યા છે.

આ મંદીમાં હીરા વેપારીઓ પરેશાન થયા છે. ત્યારે આ વચ્ચે હીરા વેપારીઓને સાયબર તપાસથી વધારે પરેશાન થવાની વારી આવી છે. જેમાં તપાસના નામે 32 હીરા વેપારીઓના ખાતા સીઝ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :- Vadodara : વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત, સરકારે જ નર્મદા નિગમની કચેરી કરી સીલ

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટયૂટના પ્રમુખ દિનેશ નાવડિયાનું ખાતું પણ સીઝ કરવામાં આવ્યું છે. ઉધોગપતિઓના ખાતા સીઝ થતા વેપારીઓના 100 કરોડથી વધુના નાણાં ફસાયા હતા. જોકે સમગ્ર મામલે ગૃહમંત્રી અમિત શાહને રજુઆત કરવામાં આવી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Vadnagarથી ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ: શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, Elite Push 2026

Vadnagarથી ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ: શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, વડનગરથી વારાણસી બાઈક યાત્રાને ફ્લેગ ઓફ Vadnagar, 17 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મહેસાણાના Vadnagar ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. શર્મિષ્ઠા તળાવના કિનારે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાઆરતી યોજાઈ હતી અને વડાપ્રધાનના દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રાને પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. -> શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી : Vadnagar ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શર્મિષ્ઠા તળાવનું વિશેષ મહત્વ રહ્યું હતું. મહાનુભાવોએ તળાવના ઘાટ પર મહાઆરતીમાં ભાગ લીધો…

SD PAY અને APNA PAY એપથી 634 કરોડના કથિત ફ્રોડમાં ત્રણ મુખ્ય સૂત્રધાર ઝડપાયા, Scam Syndicate

SD PAY અને APNA PAY એપથી 634 કરોડના કથિત ફ્રોડમાં ત્રણ મુખ્ય સૂત્રધાર ઝડપાયા, અમરેલી સાયબર સીટ ટીમની મોટી કાર્યવાહી અમરેલી: SD PAY અને APNA PAY એપ્લિકેશનના માધ્યમથી લોકોને ટૂંકા સમયમાં ઊંચું નાણાકીય વળતર આપવાની લોભામણી જાહેરાતો કરીને રોકાણ કરાવવાના કથિત 634 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં અમરેલી સાયબર ક્રાઈમની SIT ટીમે વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલે અમરેલીના પોલીસ અધિક્ષક સંજય ખરાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોલીસ તપાસની વિગતો જાહેર કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં અગાઉ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, કથિત નાણાકીય છેતરપિંડીના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે વિશેષ SIT ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમે તપાસ આગળ ધપાવીને ધવલ ગોવિંદ પટેલ, હિરેન મુકેશ શાહ અને ભાવેશ અરવિંદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *