મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને પગલે ભારતીય એવિએશન સેક્ટરમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. Directorate General of Civil Aviation (DGCA)એ એરલાઈન્સને યુદ્ધ પ્રભાવિત 9 દેશોના એરસ્પેસનો ઉપયોગ ન કરવા માટે નિર્દેશ આપ્યો છે.
આ 9 દેશોમાં ઉડાનથી દૂર રહેવાનો આદેશ
DGCA દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, બહેરીન, ઈરાન, ઈરાક, ઈઝરાયલ, જૉર્ડન, કુવૈત, લેબેનૉન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના એરસ્પેસનો ઉપયોગ ટાળવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઓમાન અને સાઉદી માટે શરતી મંજૂરી
નિયામક સંસ્થાએ જણાવ્યું છે કે ચોક્કસ શરતો સાથે ઓમાન અને સાઉદી અરેબિયાના એરસ્પેસમાં ઉડાન ભરવાની મંજૂરી મળી શકે છે, પરંતુ 32,000 ફૂટથી નીચે ઉડાન ભરવાની સલાહ આપવામાં આવી છે.
સુરક્ષા પર ખાસ ભાર
DGCAએ એરલાઈન્સને માર્ગ બદલવા, જોખમનું મૂલ્યાંકન કરવા અને ઇમરજન્સી પ્લાન મજબૂત બનાવવા જણાવ્યું છે. ઉપરાંત, ક્રૂ મેમ્બર્સને NOTAM (Notice to Airmen)ની સંપૂર્ણ માહિતી સાથે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.
28 માર્ચ સુધી અમલ
આ ગાઈડલાઈન તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે અને 28 માર્ચ સુધી અમલમાં રહેશે. સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી નિયમોનું કડક પાલન કરવાનું રહેશે.
જળમાર્ગ પછી આકાશ માર્ગ પણ પ્રભાવિત
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના 21 દિવસથી ચાલી રહેલા સંઘર્ષને કારણે હવે જળમાર્ગ બાદ આકાશ માર્ગ પણ પ્રભાવિત થયો છે. અનેક દેશોની એરલાઈન્સે મધ્ય-પૂર્વમાં પોતાની ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરી છે, જેના કારણે વૈશ્વિક હવાઈ પરિવહન પર પણ અસર પડી રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





