નેપાળ: ‘જેન ઝેડ’ યુવાનોની નવી રાજકીય પાર્ટીની જાહેરાત, જાણો શું છે એજન્ડા

નેપાળના રાજકારણમાં યુવા પેઢી એક સક્રિય અને નવી દિશામાં આગળ વધતી જોવા મળી રહી છે. ‘જેન ઝેડ’ (Gen Z) યુવાનોના જૂથે નવી રાજકીય પાર્ટી સ્થાપવાની જાહેરાત કરી છે, જે આગામી વર્ષોમાં દેશના રાજકીય દ્રશ્યમાં મોટી ફેરફાર લાવી શકે છે. આ પહેલ ખાસ કરીને નેપાળના વર્તમાન રાજકીય સ્થિરતાના અભાવ અને યુવાનોમાં રાજકારણ પ્રત્યે વધતા અસંતોષના પડઘા તરીકે જોવામાં આવી રહી છે. ચૂંટણીમાં ભાગ લેશે… પણ શરતો સાથે પાર્ટી સંસ્થાપકો મુજબ, તેઓ આગામી વર્ષમાં યોજાનાર સામાન્ય ચૂંટણીઓમાં ભાગ લેવાની તૈયારીમાં છે. જોકે, તેઓએ સ્પષ્ટ કર્યું છે કે,”અમે ચૂંટણીમાં ત્યારે જ ભાગ લઈશું, જો અમારું મૈનિકો અને મૂલ્યમાપદંડોની આદરણીયતાથી અમલ થાય.” જેન ઝેડ યુવાનોની મુખ્ય માંગણીઓમાં પદાર્થવાદી રાજકારણ, પારદર્શક પ્રક્રિયા, ટેક્નોલોજી આધારિત શાસન અને યુવાન નેતૃત્વનો સમાવેશ થાય છે.…

તાલિબાને પાકિસ્તાની સેનાને આપી ચેતવણી, જાણો શું કહ્યું

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. પાકિસ્તાને તાજેતરમાં અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો, જેનાથી તાલિબાન ગુસ્સે ભરાયા હતા. આ હુમલામાં ઉભરતા ક્રિકેટરો સહિત દસ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના આ હુમલા બાદ, તાલિબાને પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. શાહબાઝ શરીફના દેશને ધમકી આપતા, અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના નાયબ પ્રધાન અને તાલિબાન નેતા મૌલવી મુહમ્મદ નબી ઓમારીએ કહ્યું કે જો હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તો પાકિસ્તાની સૈનિકોને ભારતીય સરહદ તરફ પાછા ધકેલી દેવામાં આવશે. પાકિસ્તાની સેનાને ચેતવણી આપતા ઓમારીએ કહ્યું, “જો અફઘાનિસ્તાન અને તેના લોકો ધાર્મિક હુકમથી અમને આક્રમણકારી જાહેર કરે છે, તો હું શપથ લઉં છું કે તમે ભારતીય સરહદ સુધી પણ પહોંચી શકશો નહીં.” તેમણે પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર અને…

IND vs AUS: 223 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ROKOની વાપસી, ક્રીઝ પર રહ્યું કંગાળ પ્રદર્શન

અનુભવી ભારતીય બેટ્સમેન ROKO (રોહિત શર્મા અને વિરાટ કોહલી)  223 દિવસ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફર્યા, પરંતુ બંનેમાંથી કોઈ અડધો કલાક પણ ટકી શક્યું નહીં. પર્થમાં ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી, અને રોહિત અને કોહલી કોઈ પ્રભાવ પાડવા નિષ્ફળ રહ્યા. ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ આ બંને ખેલાડીઓ પહેલી વાર ભારત માટે રમ્યા હતા, પરંતુ તેમનું કમબેક યાદગાર રહ્યું ન હતું. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ભારત સામેની પ્રથમ વનડેમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ભારત માટે વનડે ડેબ્યૂ કરી રહ્યા છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પણ બે નવા ચહેરાઓને તક આપી છે. પર્થમાં રમાઈ રહેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમ ત્રણ ફાસ્ટ બોલર અને એટલા જ ઓલરાઉન્ડરો સાથે…

કાળી ચૌદશનો મહિમા અને કલ્યાણનો પરંપરાગત અર્થ | #kalichaudas

કાળી ચૌદશ મહાકાળીને સમર્પિત પવિત્ર રાત્રિ મહાકાળી, હનુમાનજી અને ભૈરવજીની વિશેષ પૂજા રાહુગ્રહના દુષ્પ્રભાવ દૂર કરવા શ્રેષ્ઠ સમય કાળી ચૌદશનો મહિમા અને કલ્યાણનો પરંપરાગત અર્થ કકડાટ કાઢી ઘરમાં સુખ-શાંતિ લાવવાની પરંપરા ભક્તિ અને ઉપાસના દ્વારા શક્તિની પ્રાપ્તિ કાર્તિક માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશીએ હનુમાનજીની પૂજાનું મહત્વ આજે ઘરમાં નેગેટીવ ઉર્જા દૂર કરવાનો સમય કાળી ચૌદશ દિવાળી પહેલા શુભતા લાવનારી રાત્રી ઘરમાં સુખ, શાંતિ અને કલ્યાણ લાવવાનો પવિત્ર દિવસ કાળી ચૌદશ ભયભીત નહીં, પણ કલ્યાણનો પર્વ આજે નરકાસુર વધની રાત્રિ, નેગેટિવ ઊર્જા દૂર કરવાનો શ્રેષ્ઠ સમય મહાકાળી, હનુમાનજી અને ભૈરવજીની આરાધનાનો દિવસ કાળી ચૌદશની રાત્રે યમદીપદાનની પરંપરા Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા, જાણો કોણે કરી મધ્યસ્થા

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. કતારના દોહામાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન, બંને દેશો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. આ યુદ્ધવિરામ તુર્કીની મધ્યસ્થી દ્વારા કરવામાં આવ્યો હતો. કતારે જણાવ્યું હતું કે બંને પક્ષો આગામી દિવસોમાં વધુ બેઠકો યોજવા સંમત થયા છે જેથી યુદ્ધવિરામ ટકાઉ અને યોગ્ય રીતે અમલમાં આવે. પાકિસ્તન અને અફઘાન વચ્ચે સરહદી તણાવ બાદ શાંતિ મંત્રણા કરવાં આવી હતી. આ તણાવમાં બંને દેશના અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. 2021 માં તાલિબાન સત્તામાં આવ્યા પછી આ બંને દેશો વચ્ચેનો સૌથી ગંભીર મામલો બન્યો હતો. મળતી માહિતી મુજબ, અફઘાન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન મુલ્લા મુહમ્મદ યાકુબે કર્યું હતું, જ્યારે પાકિસ્તાન વતી સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાલિબાનના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં ભાગ લીધો હતો. અનેક વખત…

મોઝામ્બિક બોટ દુર્ઘટના: 3 ભારતીય નાગરિકોના દુખદ અવસાન, 1 ઘાયલ, 5 બચાવાયા

ઇસ્ટ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં એક ગંભીર બોટ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ત્રણ ભારતીય નાગરિકોનો દુખદ અવસાન થયો છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. દુર્ઘટના મોઝામ્બિકના બીરા પોર્ટ નજીક ગુરુવારે બની હતી, જ્યારે એક લોન્ચ બોટ ટેન્કર પર કાર્યરત ક્રુ મેમ્બર્સને લઈ જઈ રહી હતી. આ દુર્ઘટનાની પૃષ્ટિ ભારતીય હાઈ કમિશને શનિવારે કરી હતી. બોટ પલટી જતાં 3 ભારતીયોનો લેવાયો ભોગ બોટમાં કુલ 14 ભારતીય નાગરિક સવાર હતા. યાત્રા દરમિયાન બોટ અચાનક પલટી ગઈ હતી. હજુ સુધી દુર્ઘટનાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને મામલે તપાસ ચાલુ છે. સ્થાનિક તંત્ર અને પોર્ટ અધિકારીઓ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં પાંચ નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિને ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં…

ST બસનો અકસ્માત: સાપુતારા-માલેગાંવ હાઈવે પર 37 મુસાફરોનો આબાદ બચાવ

સાપુતારા-માલેગાંવ નેશનલ હાઈવે પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જ્યારે નાસિકથી કડી (અમદાવાદ) જઈ રહેલી ગુજરાત રાજ્ય પરિવહન નિગમની ST બસની અચાનક બ્રેક ફેલ થઈ ગઈ. ઘટના ઘાટ વિસ્તારમાં બની હતી, જ્યાં રસ્તો ઢાળવાળો અને જોખમભરો છે. બસમાં કુલ 37 મુસાફરો સવાર હતા, પરંતુ ડ્રાઇવરના સાહસના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ડ્રાઇવરની હિંમતભરી કામગીરીથી ટળી મોટી દુર્ઘટના જેમજ ડ્રાઇવરને ખબર પડી કે બસની બ્રેક કામ કરવી બંધ કરી ચૂકી છે, એમજ તેણે તરત સતર્કતા દાખવી હતી. ગભરાયા વિના તેણે બસને નિયંત્રણમાં રાખી ખાડાવાળી સાઇડ પર ઉતારી દીધી, જેથી બસ પલટી ન ગઈ અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી શકાયાં. સદનસીબે, કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં થતાં બધાએ રાહતનો શ્વાસ લીધો છે. ઈજાઓ…

ચાલુ કારમાં ભીષણ આગ: શહેરા-ગોધરા હાઇવે પર મોટી દુર્ઘટના ટળી, ચાર લોકોનો આબાદ બચાવ

આજ રોજ શહેરા-ગોધરા હાઇવે પર વાઘજીપુર ચોકડી નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જસ્નમાં ડ્રાઇવર સહિત ચાર લોકો સવાર હતા, પરંતુ ડ્રાઇવરની સતર્કતાથી ચારેય મુસાફરો સમયસર કારમાંથી બહાર નીકળી ગયા અને મોટી જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, કાર હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડી જ ક્ષણોમાં સમગ્ર કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ગાડીમાંથી ઉઠતી ધુમાડાની ગાઢ વાદળો અને ભયાનક જ્વાળાઓ જોઈને આસપાસના વાહનચાલકોમાં દહેશત પ્રસરી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ તરત શહેરા પાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. જોકે ફાયર બ્રિગેડ પહોંચી તે પહેલાં જ આખી કાર ખાખ થઈ ચૂકી…

પંચાંગ /19 ઓક્ટોમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી ત્રયોદશી (તેરસ) 01:53 PM નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની 05:50 PM કરણ : વાણિજ 01:53 PM વિષ્ટિ ભદ્ર 01:53 PM પક્ષ કૃષ્ણ યોગ ઇન્દ્ર +02:04 AM દિવસ રવિવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 06:24 AM ચંદ્રોદય +05:11 AM ચંદ્ર રાશિ કન્યા સૂર્યાસ્ત 05:47 PM ચંદ્રાસ્ત 04:32 PM ઋતું શરદ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127…