કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું

ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, કોંગ્રેસને કોને ઘોડા ગણવા કે કોને ગધેડા ગણવા એ સમજવું મુશ્કેલ છે.

આવતીકાલથી બે દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઇ રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસને ઘેરાતા ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં કરે કોઈ ફરક નહીં પડે. કોંગ્રેસને કોને ઘોડા ગણવા કે કોને ગધેડા ગણવા એ સમજવું મુશ્કેલ છે. કોંગ્રેસને ઘોડા અને ગધેડાને સમજવામાં સમજણ નથી પડતી.

અમિત ચાવડાએ ભાજપ પર સાધ્યું નિશાન
બીજી તરફ ઋષિકેશ પટેલના આ નિવેદનને લઈને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ ભાજપ પર આંકરા પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસમાં માત્ર ઘોડાઓ જ રહ્યાં છે. ગધેડાઓ હતા એ ભાજપમાં જતા રહ્યા છે. ભાજપ પણ એ ગધેડાઓને શોધતી હશે. સત્તાના નશામાં અને ગુમાનમા બેઠેલા લોકોએ સમજી લેવું જોઈએ કે આ ગાંધી સરદારનું ગુજરાત છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

દીવ-મુંબઈ વચ્ચે ઈન્ડિગો ફ્લાઇટનો ભવ્ય પ્રારંભ, પ્રથમ ઉડાનમાં 59 મુસાફરો રવાના

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને મુંબઈ વચ્ચે નવા હવાઈ કનેક્શનથી મુસાફરો માટે રાહત વધારાઈ છે. દીવના નાગવા એરપોર્ટ પરથી આજે ઈન્ડિગો એરલાઈન્સની દીવ-મુંબઈ ફ્લાઇટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી હવાઈ…

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *