અમરેલી જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પર હુમલાનો પ્રયાસ, પ્રતાપ દુધાતે કાયદો અને વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલો

અમરેલી/ ગઈકાલે મોડી રાત્રે અમરેલીની સાવરકુંડલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પર ધારીના દુધાળા નજીક હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રતાપ દુધાતે અમરેલી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો કર્યા છે.

કોંગી નેતા પ્રતાપ દુધાત પર ગત રાત્રે ધારીના દૂધાળા નજીક હુમલાના નિષ્ફળ પ્રયાસ કરવામાં આવેલો હતો જે મામલે આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત અમરેલી એસ.પી.સંજય ખરાતને મળવા પહોંચ્યા હતા ને અમરેલી એસ.પી.ને સમગ્ર ઘટના અંગે માહિતીઓ અને વિડિયો બતાવ્યા હતા રાત્રિના ધારીના દુધાળા નજીક દુધાતની કાર પર થયેલા હુમલાના પ્રયાસ અંગે પ્રતાપ દુધાતે અમરેલી એસપી સંજય ખરાત ને મળ્યા બાદ મીડિયાને પ્રતિક્રિયા આપી હતી ને અજાણ્યા શખ્સો હતા કોણ હતા કોણ નહિ એ પોલીસ જ કહી શકશે તેવું વિગતે પ્રતાપ દુધાતે જણાવ્યું હતું ને સાથે સાથે ખેડૂતોના મુદે, ખનીજચોરી મુદ્દે જાહેર જીવનમાં હોવાથી બોલતા હોય તે એવા શખ્સો હોય શકે તેવી શંકાઓ છે પ્રતાપ દુધાતે વ્યક્ત કરી હતી

પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે અંદાજે 15 થી 20 વ્યક્તિઓ હતાને ગાડીને સામાન્ય નુકશાન થયું છે અત્યારે આ અસમાજિક તત્વોને પોલીસ ગોતી રહી છે ને ધારી પોલીસમાં મારો ડ્રાઈવર પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યો છે અને આમેય અમરેલી જિલ્લો બદનામ છે કાયદો અને વ્યવસ્થાઓ ખુબજ કથળી ગઈ હોવાનો ટોણો પ્રતાપ દુધાતે માર્યો હતો ને આ વિસ્તારમાં ફોરેનર આવતા હોય છે મોદીજી નું સ્વપ્ન છે ને આ સરકાર જ સાકાર થવા નથી દેતી અને અસામાજિક તત્વોની કારના વિડીયો પણ છે ને એમની ભાષાઓ પણ છે તે એસ.પી. ને બતાવતું છે હવે આગળ કેવી કાર્યવાહી કરશે તે આવનાર સમય બતાવશે.

ઘટનાને લઇ જાણો શું કહ્યું અમરેલીના SPએ
કોંગી નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસ મામલે અમરેલી એસ.પી.સંજય ખરાતે આપી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાતે 12 વાગે પ્રતાપભાઇ દુધાતનો ફોન આવેલ હતો અજાણ્યા લોકોએ ગાડી રોકવાના પ્રયાસ કર્યા હતા અને ગાડી પર હુમલો કર્યો હતો ઘટનાની જાણ થતા ધારી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પુરતી તપાસ હાથ ધરવામાં આવી હતી. સંજય ખરાત ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરશે પ્રતાપભાઇએ આક્ષેપ કર્યા છે તે બાબતે જીણવટ ભરી તપાસ હાથ ધરી છે જ્યારે તુલશીશ્યામ ટુરિસ્ટ માટે જરૂરી વિસ્તાર હોવાને કારણે રાતે દિવસ લોકો નીકળતા હોય છે ત્યારે પેટ્રોલિંગ પણ રાખવામાં આવે છે ટુરિસ્ટરને લઈ સિનિયર અધિકારીનું પણ પેટ્રોલિંગ રહેશે પ્રાથમિક ધોરણે જીલ્લા પોલીસને અનુમાન છે ફરિયાદી તરફથી ફરિયાદ દાખલ થશે તો કાયદાકીય નિયમ મુજબ કાર્યવાહી કરીશું તેવું અમરેલી એસ.પી. સંજય ખરાતે જણાવ્યું હતું ત્યારે આ અસમાજિક તત્વો કોણ વિગેરે બાબતો પરથી પોલીસ ફરિયાદ બાદ પરદો ઊંચકાશે અને પોલીસ એ દિશામાં જરૂરી કાર્યવાહી કરશે તેની પર સૌની મીટ મંડાઈ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

અમદાવાદ સહિત રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-2026’નું ભવ્ય આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આગામી તા. 21 અને 22 માર્ચના રોજ રાજ્યવ્યાપી “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નું ભવ્ય આયોજન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *