રાજ્યમાં ભાજપમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યો છે. આ દરમિયાન હવે અમરેલી બાદ હવે ધોરાજી-ઉપલેટાનાં MLA મહેન્દ્ર પાડલિયા વિરૂદ્ધ એક નનામી લેટર વાયરલ થયો છે જેમાં તેમની સામે ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, ધારાસભ્ય પાલડિયાએ આરોપોને ફગાવ્યા છે.
હજુ અમરેલી લેટર કાંડ સતત ચર્ચામાં છે ત્યારે હવે રાજકોટ જિલ્લામાં પણ હવે નનામી પત્રથી ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યાં છે. નનામી પત્રો વાયરલ કરી કૌભાંડોની પોલ ખોલવામાં આવી રહી હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે ભાજપના ધોરાજી-ઉપલેટાના MLA મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ પત્ર વાયરલ થયો છે જેમાં તેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકાયા છે. પત્રમાં તેઓ 2000 કે 3000 જેવી રકમની ઉઘરાણી કરતા હોય તેમ આક્ષેપો કરવામાં આવ્યાં છે. આ સાથે નનામી પત્રમાં ધારાસભ્ય અને પ્રશાસન, તંત્ર પાસેથી હપ્તા વસૂલવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
જાણો શું લખ્યું છે પત્રમાં
ભાજપ એટલે એક શિસ્ત વાળી પાર્ટી એક ભ્રષ્ટાચાર વિરુધ ની પાર્ટી કહેવાય પણ ઉપલેટા ધોરાજી ના ધારાસબ્ય મહેન્દ્રભાઈ પાડલીયા એક પોતે જ ભષ્ટાચાર માં ગાળા દુબ છે. દરેક નાના કોન્ટ્રક્ટર પાસેથી 2 હજાર, 3 હજાર ઉઘરાવે અરે દેશી દુરૂ વેચતા પાસેથી પણ મહેમાન ગતિ ના પૈસા લેવામાં આવે છે. આટલી હલકી અને નિમ્ન કક્ષાના ધારાસભ્ય ક્યાય હોય નહિ અને જોયેલા નથી તેટલી હલકા આ ધરાસભ્ય મહેન્દ્ર પાડલીયા છે.
પોલીસ સ્ટેસન પરથી હપ્તા લેવા ના, પી જી વી સી એલ ના એન્જીનીયર પાસેથી હપ્તા લેવાના. મામલતદાર પાસેથી હપ્તા લેવાના, ડેપ્યુટી કલેકટર પાસેથી હપ્તા લેવાના, તાલુકા વિકાસ અધિકારી પાસેથી હપ્તા લેવાના તે હપ્તા પણ ઉપલેટા સર્કીટ હાઉસ ખાતે આ રાજા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાને પહોચાડવાના. પાડલીયા જયારે કુલપતિ હતા ત્યારે પણ તેમને આવા જ ધંધા કરેલા છે. સાચો અને નિષ્ઠા વાળો કાર્યકર આ ભષ્ટાચાર પાસે બીચાળો થઇ ગયો છે. હવે આમાંથી બચાવો તેવી બુમ આમ જનતા માંથી નીકળી રહી છે.
સાચા અને નિષ્ઠા વાળા કાર્યકરને આ ધારસભ્ય પોલીસ દ્વારા માર ખવરાવે તેવી હલકી પ્રકારના આ ધારાસભ્ય છે. કોઈ આ ધારાસભ્ય માંથી બચાવો તેવી કાર્યકર અને લોકો માં માંગ ઉઠી છે. ઉપલેટા નગર પાલિકામાં પણ એટલો જ ભષ્ટાચાર ચીફ ઓફિસરને સાથે રાખી દરેક પ્રકારના આ કચેરીમાં છેલા 2 વર્ષ થયા વહીવટદારના સાસનમાં ભષ્ટાચાર આચરેલ છે. મહિલા ચીફ ઓફિસર સાથે દરેક કામ માં ભાગીદારી આ શું કરવા બેઠું છે. અત્યારે નગરપાલિકામાં આ મહેન્દ્ર પાડલીયાનો વ્યભિચારી એક માણસ જેનું નામ જીગ્નેશ ડેર આખો દિવસ નગરપાલિકામાં પડયો પાથર્યો રહે અને ભષ્ટાચાર અને વ્યભિચાર પણ કરે છે. આ જીગ્નેશ ડેર મોટો વ્યભિચારી માણસ છે. તેને મહેન્દ્ર પાડલીયા સાથે રાખે છે. અત્યારે નવી કમિટી આ ધારાસભ્ય દ્વારા બનાવામાં આવી તેમાં પણ ખુબ મોટો ભ્રષ્ટાચાર થાય અને વ્યભિચાર થાય તે રીતે કામ કરી રહ્યા છે. આમાં કાર્યકર બિચારો અને નાનો થઇ ગયો છે. હવે દરેક કાર્યકર થાકી ગયો છે. માટે આવા ધારાસભ્ય થી બચાવો અને સાચા કાર્યકરની અહી કોઈ નોંધ જ નથી. હમણાં નગર પાલિકાની ચુટણી થયેલી તેમાં પણ ટીકીટ આપવામાં કરોડો નો વહીવટ કરેલો અને જેણે ભાજપ સાથે કઈ લેવાદેવા નથી તેવા ગુંડા અને માફિયા લોકો ને ટીકીટ આપી ભાજ૫ના ધજાગરા કરેલા.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






