ઉત્તરાયણ પહેલા અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો

ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ પવનની ગતિ અને ઉત્તર પર્વતીય વિસ્તારોમાંથી આવતાં ઠંડા પવનના કારણે હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે ન્યુક્લિયર એનર્જીના પ્રયોગો, માનવસર્જિત કારણો તેમજ કુદરતી ફેરફારોના કારણે પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) પર અસર પડી રહી છે. એટલાન્ટિક મહાસાગરથી લઈને સહરાના રણ અને આરબ દેશો સુધીના વાતાવરણમાં થતા ફેરફારોની અસર ભારત સુધી જોવા મળી રહી છે.

તેમના અનુમાન મુજબ 18 જાન્યુઆરી આસપાસ એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. જેના પરિણામે ગુજરાતમાં 18 થી 23 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લઘુતમ તાપમાનમાં થોડો વધારો થવાથી કડકડતી ઠંડીમાંથી થોડી રાહત મળી શકે છે.

બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતાં ભેજને કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો છવાઈ શકે છે. જોકે પશ્ચિમી વિક્ષેપની અસર ઓછી થતાં જાન્યુઆરીના અંતમાં ફરી એકવાર ઠંડીનું મોજું વળવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવી શકે છે. બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને સામાન્ય નાગરિકોએ જરૂરી સાવચેતી રાખવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઝારખંડમાં કેમ ભડક્યા છે વિદ્યાર્થીઓ? JPSC-JSSC ભરતી વિવાદે પકડ્યું જોર

ઝારખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજધાની રાંચીમાં ઉમેદવારો સતત ધરણા, વિરોધ પ્રદર્શન અને ભૂખ હડતાળ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આક્રોશ માત્ર એક પરીક્ષા કે એક ભરતી પ્રક્રિયા સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ રાજ્યની ભરતી વ્યવસ્થામાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને જવાબદારીની માંગ કરી રહ્યા છે. ઝારખંડમાં વિરોધનું મુખ્ય કેન્દ્ર ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JSSC) દ્વારા લેવાતી ભરતી પરીક્ષાઓ છે. ઉમેદવારોનો આરોપ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભરતી પરીક્ષાઓમાં પેપર લીક, ગેરરીતિઓ અને પરિણામોમાં અનિયમિતતા જેવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેના કારણે લાખો યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ઝારખંડમાં શું છે JPSC વિવાદ? ઝારખંડમાં તાજેતરમાં 14મી JPSC સંયુક્ત સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષાનું…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, 22 બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે. રાજ્યમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળતા તપાસ, સારવાર અને સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસોમાંથી 35 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 11 દર્દીઓના સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતમાં રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નથી. આરોગ્ય વિભાગ દરેક કેસની તપાસ કરી રહ્યું છે અને લેબોરેટરી પરીક્ષણ બાદ જ અંતિમ પુષ્ટિ કરવામાં આવે છે. ગુજરાતમાં 22 બાળકોના મોતથી ચિંતા વધી ગુજરાતમાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 22 બાળકોના મોત થયા છે. આ આંકડાએ…