અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકી અહમદ સૈયદ પર કેદીઓનો હુમલો, જાણો વિગત

અડાલજમાંથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓને રિમાન્ડ પૂરા થતા ગઈકાલે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતાં. આજે જેલમાં દિલદહોળી દે તેવી ઘટના બની હતી. ત્રણ પૈકીના આતંકી અહમદ સૈયદ પર કેટલાક કેદીઓ ભેગા થઈને હુમલો કરી દીધો હતો. આ હુમલામાં અહમદ સૈયદને મ્હોં અને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ ગુજરાત એટીએસ અને રાણીપ પોલીસે તાત્કાલિક સેન્ટ્રલ જેલનો દોટ્યો કર્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત આતંકી અહમદ સૈયદને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેનું સારવાર કાર્ય પૂર્ણ કર્યું હતું. સારવાર બાદ તેને ફરી સેન્ટ્રલ જેલમાં પરત મોકલવામાં આવ્યો છે.

હુમલો કોણે અને કેમ કર્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન અહમદ સૈયદે પણ હુમલાખોરો અંગે કોઈ માહિતી હોવાની ના પાડી છે. પોલીસ અને જેલ પ્રશાસન સમગ્ર મામલાની સચોટ તપાસમાં લાગી ગયા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

B INDIA કૃષિ રત્ન એવોર્ડ – 2026 : “ખેતરથી ખ્યાતિ સુધીની સફરનું સન્માન”

એક જ મંચ… પાંચ દિગ્ગજ… અને ગુજરાતના ખેડૂતોનું સન્માન કૃષિ ક્રાંતિના આ પ્રેરણાદાયી નેતાઓની ગરિમામય ઉપસ્થિતિમાં, યોજાશે કૃષિ રત્નોનો સન્માન સમારોહ.. 25 માર્ચ 2026ના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટ, અમદાવાદ સાંજે…

“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ…