Ahemdabad: વધુ કે હિટ એન્ડ રનની ઘટના, કારચાલકનું શંકાસ્પદ મોત

શહેરના જુહાપુરા વિસ્તારમાં મંગળવારે સાંજના સમયે એક કારચાલકે નશાની હાલતમાં અનિયંત્રિત રીતે અનેક વાહનોને ટક્કર મારતા ભારે અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે સ્થાનિક લોકો દ્વારા ડ્રાઇવરનો પીછો કરીને હુમલો કરવામાં આવ્યો. આ દરમ્યાન કારચાલકનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

ઘટનાની વિગત:
કારચાલક વાસણા તરફથી જુહાપુરા તરફ આવી રહ્યો હતો અને રસ્તામાં અન્ય વાહનોને અડફેટ લઇ આગળ વધતો રહ્યો. માર્ગ પર ઊભેલા બાઇક, રિક્ષા અને અન્ય વાહનોને નુકસાન પહોંચાડતા લોકો ભડકી ઉઠ્યા. ચાલક નશાની હાલતમાં હતો એવું શરુઆતી અહેવાલોમાં જણાઈ આવ્યું છે. પાછળથી સ્થાનિક વાહન ચાલકો અને રાહદારોએ તેને પકડી પાડી. ડ્રાઈવર પોતાને બચાવવા માટે જુહાપુરાની સંકડી ગલીઓમાં ઘૂસી ગયો, જ્યાં લોકોનો ગુસ્સો વધુ ઉગ્ર બન્યો. લોકોના હિંસક પ્રહારોના કારણે ડ્રાઇવરના મોત થયું હોવાનો અનુમાન છે.

પોલીસ તપાસ ચાલુ
ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. ડ્રાઇવરના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે મરદેહને મોકલવામાં આવ્યો છે. પોલીસએ હાલમાં ઘટનાને લઇ પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને આસપાસના CCTV ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે.

Related Posts

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026 : ખેડૂત દેશની આર્થિક રીડ છે-ક્રિભકોના ડાયરેક્ટર બિપીન પટેલે

B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026 :કૃષિ ક્ષેત્રમાં અનોખું યોગદાન આપનાર ખેડૂતોને સન્માનિત કરવા માટે યોજાયેલા ભવ્ય સમારોહમાં ગુજકોમાસોલના વાઇસ ચેરમેન તથા ક્રિભકોના (Krishak Bharati Cooperative Limited) ડાયરેક્ટર બિપીન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *