અમદાવાદ–ગાંધીનગર એલર્ટ: શાળાઓને બોમ્બની ધમકી બાદ સચિવાલયમાં સઘન ચેકિંગ, સુરક્ષા વધારી

અમદાવાદમાં આજે અનેક શાળાઓને બોમ્બની ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ધમકી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ચેકિંગ શરૂ કર્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગાંધીનગર સચિવાલયને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

સચિવાલયમાં ચુસ્ત બંદોબસ્ત
દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ શાળાઓને બોમ્બની ધમકી મળતા તંત્ર સાવચેત બન્યું છે. રાજધાની ગાંધીનગરના સચિવાલયમાં સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. સચિવાલયની આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારાયું છે. સુરક્ષાના ભાગરૂપે બહારના રસ્તાઓ પર ફૂલના કુંડા સહિતની વસ્તુઓ તપાસવામાં આવી રહી છે અને આવન-જાવન કરતા તમામ લોકોની કડક ચકાસણી કરવામાં આવી રહી છે. પાટનગર વિસ્તારમાં ખાનગી વાહનોનું પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે.

શાળાઓમાં સ્વૈચ્છિક રજા, તપાસ ચાલુ
અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓને મળેલી બોમ્બ ધમકી બાદ અનેક શાળાઓએ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્વૈચ્છિક રજા જાહેર કરી છે. ચાંદખેડા વિસ્તારની ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ તેમજ ગાંધીનગરના અડાલજ ખાતે આવેલી ડિવાઇન સ્કૂલને પણ ધમકી મળ્યાની માહિતી સામે આવી છે. ધમકીના સમાચાર મળતા જ શાળાઓમાં તપાસ શરૂ કરી દેવામાં આવી હતી અને સાવચેતીરૂપે વિદ્યાર્થીઓને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી છે.

અઘટિત ઘટનાનો અહેવાલ નથી
હાલ સુધી કોઈ અઘટિત ઘટનાના સમાચાર નથી. જોકે, વહીવટી તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તંત્રએ શાળાઓને વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ કરી છે. આ દરમિયાન AMC દ્વારા નિયમો ભંગ કરતી પ્રિ-સ્કૂલો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ સૂચના આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Devbhumi Dwarka Water Crisis Bhimgaja Lake Alert 2026: જો ૧૫ દિવસમાં નર્મદાનું પાણી નહીં પહોંચે તો શું થશે?

Dwarka તાલુકામાં પાણીનું સંકટ ઘેરાયું! ભીમગજા તળાવમાં માત્ર પખવાડિયા ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાની ચિંતા દિવાળીના તહેવારો અને મીની વેકેશન વચ્ચે પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની ભીતિ; Dwarka, ઓખા સહિત 42 ગામડાંઓની પ્રજાની ચિંતા વધી, લાખો યાત્રિકોની પાણીની વ્યવસ્થા સામે પણ સવાલ -> યાત્રાધામ Dwarkaમાં પાણીની સમસ્યા ગંભીર બની :- ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક યાત્રાધામ Dwarkaમાં પીવાના પાણીની સમસ્યા ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. એક તરફ દિવાળીના તહેવારો અને મીની વેકેશન નજીક આવતાં દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવવાની શક્યતા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક જળસ્ત્રોતોમાં પાણીનો જથ્થો ખૂબ જ મર્યાદિત રહ્યો હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ખાસ કરીને દ્વારકા અને ઓખા નગરપાલિકા સહિત આસપાસનાં આશરે 42 ગામડાંઓને પાણી પૂરું પાડવામાં…

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…