અમદાવાદમાં ફરી તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી કરતાં એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કામગીરી દરમિયાન 1.7 કિ.ગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેના સાથે ડેબ્રીજ અને ગંદકી કરવા બદલ 8 એકમોને સીલ કરવામાં આવ્યા છે. તેમજ ઉત્તર ઝોનમાં ગંજદકી કરતાં 307 એકમોને નોટિસ ફટકારીને કુલ રૂ.80,054 જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.
આ પણ વાંચો :- Surat : સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી!, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા
આ ઉપરાંત તંત્ર દ્વારા આરોગ્ય સાથે ચેડા કરતાં એકમો સામે હજી પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ રહેલી છે. તેમજ તહેવાર બાદ પણ વિવિધ વિસ્તારોમાં હજી પણ ગંદકીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તેનાથી સમયસર રાહત મળે તેવી જ લોકોની માંગણી રહેલી છે. આટઆટલી કામગીરી પછી પણ ઘણી દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો અને ગંદકી જોવા મળી રહી છે.
આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં, હર્ષ સંઘવીએ કહ્યું- કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો
તો બીજી તરફ સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે કે, માત્ર નાના વેપારીઓને ટાર્ગેટ કરીને દંડનિય કાર્યવાહી અને નોટિસ અપાય છે, ખરેખર તો પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદકો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે બજારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેરોકટોક ઉપયોગમાં લેવાય છે. તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદકો અને બજારમાં સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક પહોંચાડનાર વચેટિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉગ્ર બની છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








