Gandhinagar : ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં, હર્ષ સંઘવીએ કહ્યું- કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુંડાતત્વોને ચેતવણી આપી છે કે, કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો. ગૃહમંત્રીએ ખૂંખાર ગુંડાઓને ઉદેશીને ચીમકી ઉચ્ચારી છે કે સુધરી જાઓ નહીંતર.. વધુ કડક કાયદાનો સામનો કરવો તૈયારી રહેજો. અમદાવાદની ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં આવ્યા છે. આજે સાંજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળશે.

આ પણ વાંચો :- gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના લો એન્ડ ઓર્ડરને લઇને મહત્વની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાય હાજર રહેશે. આ ઉપરાંત તમામ જિલ્લાના IG, પોલીસ કમિશ્નર અને SP પણ બેઠકમાં પણ હાજર રહેશે. એક પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવર જોવા મળ્યા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્ણાટક સરકારના નિર્ણયની ટીકા કરી.

વધુમાં તેમણે કહ્યું કે, આખરે કર્ણાટકની કોંગ્રેસ સરકારની માનસિકતા છતી થઈ છે. કર્ણાટક સરકાર ચોક્કસ સમાજને લાભ કરાવવા માટે બિલ લાવી. સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લીમનોને અનામત અપાયું છે. કર્ણાટકની કોંગ્રેસ સરકાર જે બિલ લાવી છે તેનાથી અનેક લોકોને અન્યાય થશે. હું કર્ણાટક સરકારના નિર્ણયને વખોડુ છું.

આ પણ વાંચો :- Ahmedabad : રાજ્યમાં ડ્રગ્સ વિરૂદ્ધ મોટુ અભિયાન, વિધાનસભામાં ગુજરાત ATSએ આંકડા કર્યા રજૂ

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રેસ કોન્ફરન્સમાં કર્ણાટક સરકાર પર પ્રહાર કરવા સાથે કોંગ્રેસને પણ આડેહાથ લીધી. ગૃહમંત્રીએ કહ્યું કે, ઝડપથી ન્યાય અપાવવામાં ગુજરાત મોખરે છે. ગુનેગારોને સીધા કરવાનો સરકારનો સંકલ્પ છે. અને એટલે જ ગુનેગારો પર કડક પગલા ભરી સરકાર પીડિતોને ન્યાય અપાવે છે. પરંતુ ગુનેગારો સામે પોલીસને મજબૂત પગલા લેતા રોકવાનો કોંગ્રેસ દ્વારા જ વિરોધ કરવામાં આવતો હોય છે. કોંગ્રેસના લોકો આરોપીઓને બચાવવાના સમર્થનમાં હોય છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *