સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઇવે પર કટારિયા ટોલગેટ નજીક આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત થયો. મુસાફરો ભરેલી બોલેરો પીકઅપ વાન અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. વાન ચોટીલાથી મુસાફરો લઈ ગોધરા તરફ જઈ રહી હતી.
અકસ્માતના તુરંત પછી, 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પ્રાથમિક સારવાર બાદ કેટલીક ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને વાહનોના ચાલકોની પૂછપરછ હાથ ધરવામાં આવી. હાલમાં ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિક પોલીસ વધુ તપાસ ચાલુ રાખી રહી છે. ટ્રાફિક અને મુસાફરોની સલામતી માટે અત્યારે માર્ગ પર સાવચેતી માટે પગલાં લેવામાં આવ્યા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






