વડાપ્રધાનના આગમન પૂર્વે નર્મદા ઘાટ પાસે બની ગોજારી ઘટના, ભેખડ ધસતા 3 સ્થાનિક મજૂરો દટાયા

નર્મદામાં ભેખડ ધસતા ત્રણ સ્થાનિક મજૂરો દટાયા. આ દુર્ઘટના નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન બની હતી. ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

ઘટના ભારતી આશ્રમની બાજુમાં બની હતી, જ્યાં દિવાલ ધરાશાહી થતાં ત્રણ મજૂરો નીચે દટ્યા. સ્થાનિક લોકોને ઘટનાસ્થળે ટોળા થઈ પહોંચ્યા હતા, અને ગરુડેશ્વર મામલતદાર સહિત નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળ પર દોડ્યું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક મજૂરો અંકતેશ્વર ગામના રહેવાસી છે. તેઓની ઓળખ આ પ્રમાણે છે:
શૈલેષભાઈ રણછોડભાઈ તડવી, 35 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું)
દિલિપભાઈ ભાણાભાઈ તડવી, 47 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું)
રોહિતભાઈ રણછોડભાઈ તડવી, 45 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું)
પરિવારજનો અત્યાર સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરો તેમજ એજન્સીના માલિકોને ઘટનાસ્થળે બોલાવવાની માંગ કરી રહ્યા છે.

રેસ્ક્યુ ટીમો શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ રાખી રહી છે અને પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટના સ્થાનિક સત્તા અને એજન્સીઓ માટે ગંભીર ચિંતાનો વિષય બની છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, લાગ્યો હતો મોટો આરોપ

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમની સામેના સાપના ઝેરના કેસને ફગાવી દીધો છે. યુટ્યુબર પર નવેમ્બર…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…