surat : સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્ન કલાકારો દ્વારા વિરોધ, તંત્રને આર્થિક મદદ કરવા કરાઈ માગ

B INDIA સુરત : સુરતનો હીરા ઉદ્યોગમાં મંદીનો હાલ સામનો કરી રહ્યો છે. જેના કારણે અનેક કારખાના બંધ થઈ ગયા છે. અને 17 લાખ રત્નકલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે. ઘણા કારખાના ચાલુ છે તો પુરંતુ કામ આપતા નથી. તેવામાં હવે સુરતમાં રત્નકલાકરોએ હડતાળની ચિમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતમાં મધ્યાહન ભોજન કર્મીઓ આંદોલન પર ઉતશે, જાણો કારણ…

સુરત મંદીનો માર હાલ જીલી રહ્યું છે. રત્નકલાકારો બેરોજગાર બનતાં તેમની હાલત કફોડી બની ગઈ છે. સરકાર સહાય કરે તેવી માગ ઉઠી છે. ત્યારે 50 વર્ષના ઈતિહાસની સૌથી મોટી મંદીના અલગ અલગ કારણો ઉદ્યોગકારો કહી રહ્યા છે. ત્યારે હવે મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ સુરત જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં પ્લે કાર્ડ સાથે રત્ન કલાકારો આવ્યા હતા અને સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી હતી.

આ પણ વાંચો :- Surat : સુરતમાં વધુ એક પરિણીતાનો આપઘાત, પતિનાં ત્રાસ કંટાળીની જીવન ટુંકાવ્યું

આર્થિક મંદીથી રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. રત્નકલાકરોના વધતા આપઘાતના બનાવને લઇ રત્નકલાકારો હવે મેદાનમાં ઉતર્યા છે. સુરતનો હીરા ઉદ્યોગમાં ભારે મદીને પગલે સરકાર તાત્કાલિક મદદ કરે તેવી રત્નકલાકરો માગ કરી રહ્યા છે. જો અમારી માગ નહીં સંતોષાય તો 30 માર્ચે રત્ન કલાકારોની હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *