હાર્ટ અટેકની મોતના સતત કિસ્સા વધી રહ્યા છે. જેમાં નાના બાળકથી લઇને યુવાનોના મોત હાર્ટ એટેકના કારણે થયા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક પોલીસ જવાનનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. પીઆઇ આર.એલ.ખરાડીનું હાર્ટએટેકના કારણે મોત થયું છે.
આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતનાં પ્રવાસે, અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક!
અમદાવાદમાં ફરજ બજાવી ચૂકેલા PI આર.એલ.ખરાડીનું હાર્ટ એટેકથી મોત થતા પોલીસ બેડામાં તેમજ પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.પીઆઈ ખરાડી હાલમાં DG ઓફિસમાં કાર્યરત હતા તો અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર મળે તે પહેલા મોતને ભેટયા હતા.
આ પણ વાંચો :- SURAT : વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, સુરક્ષાને લઈને ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
2 દિવસ પહેલા કોન્સ્ટેબલનું થયું હતું મોત :- અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું હતું,પોલીસ કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો થતા ઘટનાસ્થળે જ પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ નિષ્ફળતા મળતા નિધન થયું હતું. એક બાદ એક પોલીસ કર્મીનું હાર્ટએટેકથી મોત થયાં પોલીસબેઠામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








