SURAT : વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, સુરક્ષાને લઈને ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. આજે વડાપ્રધાન મોદી બપોરે 1:30 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચશે અને 1:45 વાગ્યે હેલિકોપ્ટર મારફતે સેલવાસ જશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી સેલવાસમાં વિવિધ કાર્યક્રમમાં હાજર રહેશે. અને સેલવાસમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ભૂમિપૂજન કરશે. અને સાંજે 5 વાગ્યે લીંબાયત નીલગીરી ગ્રાઉન્ડ પહોંચશે.

આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે

વડાપ્રધાન મોદીનો લીંબાયતમાં રોડ શો :- વડાપ્રધાન મોદી હેલિપેડથી નીલગીરી ગ્રાઉન્ડ સુધીનો રોડ શો કરશે. જેમા રોડ શોના રસ્તામાં 30 સ્ટેજ બનાવવામાં આવ્યા છે.લીંબાયતમાં NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરશે. અને નીલગીરી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદી જાહેરસભા કરશે. ત્યારબાદ વડાપ્રધાન સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે

વડાપ્રધાન મોદી આવતીકાલે નવસારી જશે :- આવતીકાલે વડાપ્રધાન મોદી નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેશે. 8 તારીખે સુરત સર્કિટ હાઉસથી સવારે 10:55 વાગ્યે વડાપ્રધાન રવાના થશે અને 11:30 વાગ્યે હેલિકોપ્ટર મારફતે નવસારી પહોંચશે. અને બપોરે 2 વાગ્યે નવસારીથી સુરત એરપોર્ટ આવશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યાની આસપાસ દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચો :- SURAT : વડાપ્રધાન મોદી ફરીથી આવશે ગુજરાત, સુરત અને નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં આપશે હાજરી

સુરક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત :- વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે 5000 સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય શહેર-જિલ્લાની 3000થી વધુ પોલીસ તહેનાત રહેશે. IPSથી લઈ PSI સુધીના 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત SRPની 4 ટુકડી અને હોમગાર્ડ જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા દૃષ્ટિએ વડાપ્રધાનના રૂટ પર બેરિકેડિંગ અને સઘન ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Lawyers ભાડા વિધેયકના વિરોધમાં 5 ઓક્ટોબરથી રાજ્યભરના વકીલો હડતાળ પર ઉતરશે…

ભાડા વિધેયકના વિરોધમાં 5 ઓક્ટોબરથી રાજ્યભરના Lawyersહડતાળ પર ઉતરશે: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો ઠરાવ, કોર્ટ કેમ્પસ બહાર પ્રદર્શન અને દેખાવો -> ભાડા વિધેયક સામે Lawyersનો વિરોધ કેમ? : ગુજરાત ભાડા વિધેયક-2026ને લઈને Lawyers સંગઠનોનો મુખ્ય વાંધો ભાડા સંબંધિત વિવાદોના નિકાલની સત્તા સાથે જોડાયેલો છે. વકીલોના જણાવ્યા મુજબ, અગાઉ ભાડૂત અને મકાનમાલિક વચ્ચેના અનેક વિવાદો ન્યાયિક અદાલતો સમક્ષ આવતા હતા, જ્યારે નવી વ્યવસ્થામાં આવી બાબતોના નિકાલ માટે વહીવટી તંત્રને ભૂમિકા આપવામાં આવી રહી છે.Lawyers સંગઠનોનો દાવો છે કે આ ફેરફારથી ન્યાયિક સત્તાની ભૂમિકા ઘટી શકે છે અને પક્ષકારોને કાનૂની પ્રક્રિયામાં મુશ્કેલી પડી શકે છે. અમદાવાદ સહિતના બાર એસોસિએશનોએ આ જોગવાઈઓ અંગે વાંધા રજૂ કરીને વિધેયકમાં ફેરફાર અથવા જરૂરી સુધારા કરવાની માગ કરી છે. -> બાર કાઉન્સિલ અને…

Americaમાં હિન્દુ મંદિર પર હુમલો: પૂજારી અને શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે તોડાઇ બારીઓ! Attack 2026

Americaમાં હિન્દુ મંદિર પર હુમલો, બારીઓ તૂટી: પૂજારી સહિત શ્રદ્ધાળુઓ અંદર હાજર હતા; 5 વર્ષમાં 15થી વધુ વખત મંદિરોને ટાર્ગેટ કરાયાનો દાવો -> ઓહાયોના મંદિરમાં બપોરે હુમલો : અહેવાલો મુજબ, ગ્રેટર ક્લીવલેન્ડ વિસ્તારમાં આવેલા રિચમંડ હાઇટ્સના શ્રી સ્વામિનારાયણ વાડતાલધામ મંદિરને આશરે બપોરે 1:30 વાગ્યે નિશાન બનાવવામાં આવ્યું હતું. હુમલાખોરો દ્વારા મંદિર તરફ ઈંટો ફેંકવામાં આવી હોવાનો આરોપ છે. તેના કારણે મંદિરની અનેક બારીઓના કાચ તૂટી ગયા હતા અને ઈમારતને નુકસાન થયું હતું.આ ઘટના સમયે મંદિરની અંદર પૂજારી તથા કેટલાક શ્રદ્ધાળુઓ હાજર હતા. અચાનક થયેલા હુમલાને કારણે મંદિર પરિસરમાં ચિંતા અને ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજા અંગેની માહિતી સામે આવી નથી. -> CCTV ફૂટેજથી તપાસ : ઘટના બાદ મંદિર પરિસરમાં લાગેલા CCTV કેમેરાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *