Ahmedabad : અમદાવાદનું માણેક ચોક ખાણીપીણી બજાર રહેશે બંધ, જાણો કારણ અને કેટલા દિવસ રહેશે બંધ

અમદાવાદીઓને રાત્રિના ભૂખ લાગી હોય તો એક જ જગ્યાનું નામ લે છે તે માણેક ચોક વર્ષો જૂનું અને જાણીતું છે માણેક ચોક ખાણીપીણી બજારને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક મહિના માટે આજથી માણેક ચોક ખાણીપીણી બજાર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :- gandhinagar : અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો!

અમદાવાદમાં માણેક ચોક રાણીના હજીરા, સાંકડી શેરી, મદન ગોપાલ હવેલી સહિત જેમાં કોટવિસ્તારનો સમાવેશ થાય છે. તે તમામ જગ્યાએ પર ડ્રેનેજ રિહેબ કરવાની કામગીરી હાથ ધરાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ માણેકચોક વિસ્તારમાં ગલીઓની પહોળાઈ સાંકડી હોવાથી તેમજ અમુક સ્થળે લાઈન રોડની વચ્ચે આવતી હોવાથી મશીનરી મૂકવામાં લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે , જેના કારણે માણેકચોકનો વિસ્તાર બંધ કરવામાં આવશે.

આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક

માણેક ચોક ફૂડ બજારમાં ખાણીપીણીના કુલ 35 થી 40 સ્ટોલો આવેલા છે. એક સ્ટોલના વેપારીઓ રોજનું અંદાજે 10 હજારથી વધુની આવક છે. રોજે હજારોની સંખ્યામાં લોકો ખાણી બજારની મુલાકાત લે છે. આ ફૂડ માર્કેટમાં ઘણી વખત વિદેશીઓ પણ આવે છે. રાજ્યભરમાંથી અનેક ખાવાપીવાના રસિયા માણેક ચોક ખાણીપીણી બજારની અચૂક મુલાકાત લેતા હોય છે. 2002ના તોફાનો દરમિયાન સહિત કોરોનામાં આ ખાણીપીણી બજાર બંધ રહ્યું હતું. જે બાદ ફરી એક વખત આ માર્કેટ લાંબા સમય સુધી બંધ રહેશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

વાવમાં ડીઝલ અછતની અફવાએ મચાવ્યો હાહાકાર: પેટ્રોલ પંપ પર લાગી કેરબાઓની લાંબી કતારો

વાવ-થરાદ વિસ્તારમાં ડીઝલની અછતની અફવા ફેલાતા ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે. ખેતીની સિઝન વચ્ચે ડીઝલ નહીં મળે તેવી ભીતિને કારણે વાવ-થરાદ હાઈવે પર આવેલા જીઓ પેટ્રોલ પંપ…

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *