ગુજરાતમાં ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આગામી બે દિવસ ગરમીથી શેકાવું પડશે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફુંકાઈ રહ્યા છે જેના કારણે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં ઠંડી ધીરે ધીરે વિદાય લઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
-> દરિયાઈ વિસ્તારમાં યલો અલર્ટ જાહેર :- બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છમાં ગરમીનું યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. પવનોની દિશા બદલાતા મહતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થયો છે.
આ પણ વાચો : આણંદમાં રોગચાળાએ માથું ઉંચક્યું, કમળાનાં વધુ 8 કેસ નોંધાયા, કુલ આંક 100ને પાર
-> કયાં કેટલું તાપમાન નોધાયું? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામા આવે તો રાજયમાં સુરેન્દ્રનગર, વલ્લભ વિદ્યાનગરનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે,વલ્લભ વિદ્યાનગરનું મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 38.2 ડિગ્રી, અમદાવાદમાં 37.7 ડિગ્રી,અમરેલીમાં 37.9 ડિગ્રી, સુરતમાં 37.7 ડિગ્રી,રાજકોટમાં 37.5 ડિગ્રી, વડોદરામાં 37.4 ડિગ્રી,કેશોદમાં 37.3 ડિગ્રી, ભુજમાં 37.1 ડિગ્રી,ભાવનગરમાં 36.2 ડિગ્રી, ગાંધીનગરમાં 36.1ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Follow us On Social Media
🔔 YouTube: [https://www.youtube.com/@BIndiaDigital]
📸 Instagram: [ https://www.instagram.com/bindiadigital/ ]
🌐 Website: [ https://bindia.co/ ]
FOLLOW ON WHATSAPP :https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
TWITTER: https://x.com/buletin_india







