B INDIA સુરત : સુરતથી પ્રયાગરાજ મહાકુંભ માટે વોલ્વો બસનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. ભગવો ઝંડો બતાવી બસ રવાના કરવામાં આવી છે. સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની શરૂઆત કરવામાં આવી છે. GSRTCની વોલ્વો પ્રીમિયમ બસ 26 ફેબ્રુઆરી સુધી દોડાવવામાં આવશે.
-> દરરોજ બે વોલ્વો બસ દોડાવવાનું આયોજન :- દરરોજ બે વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. સવારે છ અને સવા છ કલાકે સીધી પ્રયાગરાજ જશે. પ્રયાગ રાજ મહાકુંભમાં જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
-> હર્ષ સંઘવીએ કહ્યું કે, વડીલોની મનોકામના પૂર્ણ :- સુરત મહાકુંભ માટે વોલ્વો બસનો પ્રારંભ કરાવતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વડીલોની મનોકામના પૂર્ણ થશે. પ્રયાગરાજમાં સ્નાન કરવાની તેમની ઇચ્છાઓ પૂર્ણ થશે. ઘણા સમયથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવાની રાહ જોઈ રહ્યા હતા. દાદાની ગુજરાત સરકારે વોલ્વો બસની શરૂઆત કરી છે. દાદા સૌની ચિંતા કરે છે. આજે એક વોલ્વો બસ દોડાવવામાં આવી છે. બુકિંગ મળશે તે મુજબ બસોની વ્યવસ્થા કરવામાં આવશે.
-> મુસાફરોને શું લાભ મળશે? :- મહાકુંભના જનારા લોકોને સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામા આવનાર છે. અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામા આવનાર છે. શરુ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.