જેતપુરમાં DYSP કચેરી બહાર યુવતીનો આત્મવિલોપનનો પ્રયાસ, પીડિત પરિવારે કરી ન્યાયની માંગ

B INDIA જેતપુર : જેતપુરમાં DYSP કચેરી બહાર એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી હતી. યુવતીએ કચેરીની બહાર ઝેરી દવા ગટગટાવતા આપઘાતના પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. યુવતીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. પીડિતાના પરિવારે જેતપુર, વીરપુર, જૂનાગઢ પોલીસ ધક્કા ખડવતા હોવાનો આક્ષેપ કર્યો. પીડિતા અને તેના પરિવારજનોએ વીરપુર પોલીસના બદલે રૂરલ LCB અથવા જૂનાગઢ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરે તેવી માંગ કરી છે.

યુવતીના પરિવારને શંકા છે કે, જૂનાગઢ પોલીસ આરોપી વલ્લભ જાદવને છાવરી રહી છે. અને એટલે જ ફરિયાદ નોંધવામાં ગલ્લાં તલ્લાં કરે છે. જેથી આરોપી સમય મળે ત્યારે ભાગી જઈ શકે.યુવતીના પરિવારજનોએ દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધી આરોપી સામે કાર્યવાહી કરતાં ન્યાયની માગ કરી હતી.આ ઘટનાએ સ્થાનિક પોલીસની કાર્યપદ્ધતિ અને અપરાધીઓને રક્ષણ આપવાની શક્યતાને લઈને સવાલો ઊભા કર્યા છે.ઉલ્લેખનિય છે કે, યુવતી દુષ્કર્મના ગુનાને લઈને કચેરીમાં ફરિયાદ કરવા ગઈ હતી.

પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ ના નોંધાતા આખરે યુવતીએ કચેરી બહાર અંતિમ પગલું ભરી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોએ યુવતીને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી હતી. યુવતીના પરિવારે જૂનાગઢ પોલીસ પર દુષ્કર્મ ગુનેગારોને છાવરતા હોવાનો ગંભીર આરોપ લગાવતા ન્યાયની માંગ કરી.પરિવારનો આક્ષેપ છે કે તેમની પુત્રી દુષ્કર્મની ઘટનાનો શિકાર બની છે. છતાં પણ પોલીસ ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ નથી લઈ રહી. આખરે લોકોની રક્ષા કરતી પોલીસ તરફથી જ ન્યાય ના મળતાં યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો.

Related Posts

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Cricket : મેદાન પર પલાંઠી વાળી કર્યો ‘ૐ નમઃ શિવાય’નો જાપ: તોફાની ઇનિંગ્સ બાદ અભિષેકનું ‘યોગિક’ સેલિબ્રેશન વાયરલ; 30 Vibrant Pose

Cricket : મેદાન પર પલાંઠી વાળી કર્યો ‘ૐ નમઃ શિવાય’નો જાપ: તોફાની ઇનિંગ્સ બાદ અભિષેકનું ‘યોગિક’ સેલિબ્રેશન વાયરલ; 30 બોલમાં સદી ફટકારી રોહિતનો રેકોર્ડ તોડ્યો  નવી દિલ્હી: ભારતીય Cricket ટીમના યુવા ઓપનર અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં બેટિંગનો એવો ધમાકો કર્યો કે ક્રિકેટ જગતમાં ફરી એકવાર તેમનું નામ ચર્ચામાં આવી ગયું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અભિષેકે માત્ર 30 બોલમાં સદી ફટકારીને ભારતીય બેટ્સમેન તરીકે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ બનાવ્યો. પરંતુ અભિષેકની ચર્ચા માત્ર તેની તોફાની બેટિંગ પૂરતી મર્યાદિત રહી નહોતી. સદી પૂરી કર્યા બાદ તેમણે મેદાન પર જ પલાંઠી વાળીને ધ્યાનની મુદ્રામાં બેસી ‘ૐ નમઃ શિવાય’નો જાપ કર્યો હતો. અભિષેકનું આ અનોખું સેલિબ્રેશન કેમેરામાં કેદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *