આવતી કાલે વડાપ્રધાન મોદી પ્રયાગરાજ જશે, મહાકુંભમાં લગાવશે આસ્થાની ડૂબકી

પ્રયાગરાજ ખાતે મહાકુંભનો મેળો યોજાયો છે. ત્યારે પ્રયાગરાજ ખાતે આસ્થાનું ઘોડાપુર ઉમટ્યુ છે. સૌ કોઇ સંગમ તટે પવિત્ર સ્નાનનો લ્હાવો લઇ રહ્યા છે. રાજકારણીઓ, અભિનેતાઓ તથા વિશ્વના નામાંકિત લોકો પણ મહાકુંભની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ પ્રયાગરાજ જશે. તેઓ 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સંગમ તટે આસ્થાની ડૂબકી લગાવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે આવશે. આ સમય દરમિયાન, પ્રધાનમંત્રી મોદી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. વડાપ્રધાન મોદી 5 ફેબ્રુઆરીએ સવારે લગભગ 10 વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. તેઓ પ્રયાગરાજ એરપોર્ટથી DPS હેલિપેડ પહોંચશે.

જ્યાંથી તેઓ 10.45 વાગ્યે અરિયલ ઘાટ જશે. તેઓ અરિયલ ઘાટ પર બોટ દ્વારા મહાકુંભ પહોંચશે. વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે પ્રયાગરાજના સંગમમાં પવિત્ર સ્નાન કરશે. મહાકુંભ મેળામાં સવારે 11 થી 11.30 વાગ્યાનો સમય વડાપ્રધાન માટે અનામત રાખવામાં આવ્યો છે. પવિત્ર સ્નાન પછી, પીએમ મોદી 11.45 વાગ્યે બોટ દ્વારા અરિયલ ઘાટ પરત ફરશે. અહીંથી તેઓ DPS હેલિપેડ થઈને પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. પીએમ મોદી બપોરે 12.30 વાગ્યે વાયુસેનાના વિમાન દ્વારા પ્રયાગરાજથી પરત ફરશે.

-> સીએમ યોગી જશે પ્રયાગરાજ :- મહત્વનું છે કે સીએમ યોગી આજે પ્રયાગરાજ જશે. સીએમ યોગી આજે અક્ષય વડ અને સંગમ ઘાટ જશે. તેઓ ત્રિવેણી સંગમ પર જશે. મહત્વનું છે કે આવતીકાલે પીએમ મોદી પ્રયાગરાજ આવવાના છે ત્યારે આજે તેઓ પ્રયાગરાજ જશે. હનુમાન મંદિરમાં પૂજા પણ કરશે.

Related Posts

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *