ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ, પસંદગીનો કળશ કયા નેતા પર ઢોળાશે ?

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની મુદ્દત પૂરી થયા બાદ નવા ભાજપ પ્રદેશ પ્રમુખની ટુંક સમયમાં નિયુક્તિ થશે, પરંતુ હજુ સુધી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઈને કોકડું ગૂંચવાયેલું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ માથે આવીને ઉભી છે. ત્યારે હવે સચિવાલયમાં જે પ્રમાણે ચર્ચાઓ ચાલી રહી છે, એ પ્રમાણે હવે તાલુકા-જિલ્લા પંચાયતની તેમજ અમુક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના ભાજપના પ્રદેશ પ્રમુખના નામ અંગેની સ્પષ્ટતા થઈ જશે.ભાજપના નવા પ્રમુખ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાના નામ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી હતી.

હાલમાં વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલના નામો પણ ચર્ચામાં ચાલી રહ્યા છે. પરંતુ હંમેશાથી ભાજપની કાર્યપધ્ધતિ ચાલતી આવી છે કે જે નામો પર ચર્ચાઓ ચાલી રહી હોય, એવા નામોને કયારેય પદ સોંપવામાં આવ્યું નથી. અગાઉ ઉતર અને મધ્ય ગુજરાતના કેટલાક નેતાઓના નામો પણ પ્રમુખ તરીકે ચર્ચામાં આવ્યા હતા. ત્યારે હવે હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના દિલ્હી હાઈકમાન્ડે પ્રમુખપદનો તાજ કોને પહેરાવવો તેની પસંદગી કરી લીધી છે. માત્ર સમયની જ રાહ જોવાઈ રહી છે. 16 ફેબ્રુઆરીના મતદાન અને તેના પરિણામ પછી ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવશે.

ઉપરાંત રાજકારણમાં હંમેશા પ્રદેશ અને જ્ઞાતિ-જાતિ વગેરે જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવા પડે છે. સાથે જ એ વાત પર પણ ભાર આપવામાં આવે છે કે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વચ્ચે સુમેળ જળવાઈ રહે. જો બંને ટોચના નેતાઓનો ઈગો ટકારાય અને પાવર સેન્ટરને લઈને ભુતકાળની જેમ ઝગડાઓ થાય તો એ બાબત પણ હાઈકમાન્ડને ન પોષાય. જો બંને નેતાઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો અણબનાવ બને તો સરકાર અને સંગઠન નબળું પડી જાય. એટલા માટે જ સરકાર સાથે સહકાર અને સંકલન સાધીને ચાલે, તેમજ કાર્યકરો અને નાના-મોટા નેતાઓનો વિશ્વાસ જીતી શકે એવા નેતાની પસંદગી પહેલા થતી હોય છે.

Related Posts

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *