સરકારના નિર્દેશ બાદ એરલાઇન્સ કંપનીઓએ પ્રયાગરાજની ફલાઇટની ટિકીટના ભાવ ઘટાડ્યા

મહાકુંભથી દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. દેશના અલગ-અલગ શહેરોથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આ દરમિયાન હમણાં ફ્લાઇટના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા. આ તરફ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઈન્ડિગો એરલાઈને ગુરુવારે જણાવ્યું હતું કે, પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું સ્થિર થઈ ગયું છે અને તેણે મહાકુંભ માટે આ રૂટ પર ફ્લાઈટ્સની સંખ્યા વધારીને 900 કરી દીધી છે. મુસાફરોની વધતી માંગને કારણે પ્રયાગરાજની ફ્લાઈટમાં ભાડામાં વધારાની સતત ફરિયાદો થઈ રહી છે.

-> ઈન્ડિગોએ ભાડા સ્થિર રાખવાની ખાતરી આપી :- સરકારે એરલાઇન કંપનીઓને ટિકિટના ભાવ સ્થિર રાખીને આ રૂટ પર વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરવા જણાવ્યું છે. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, એરલાઈને ભાડાં સ્થિર રાખવાની પણ ખાતરી કરી છે અને તે તેના તમામ ગ્રાહકોને શ્રેષ્ઠ મુસાફરીનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે. બુધવારે સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈન્ડિગોએ પ્રયાગરાજ ફ્લાઈટના ભાડામાં 30-50 ટકાનો ઘટાડો કર્યો છે. એરલાઈન અનુસાર તેમણે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ એરપોર્ટથી ફ્લાઈટ્સ અને સીટ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ સમયગાળા દરમિયાન ઈન્ડિગો પ્રયાગરાજને ભારતમાં 10 સ્થળો સાથે જોડશે. તેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, લખનૌ, રાયપુર અને ભુવનેશ્વર સાથેની હાલની કનેક્ટિવિટી ઉપરાંત અમદાવાદ, કોલકાતા અને જયપુરની ફ્લાઈટ્સનો સમાવેશ થશે”

-> ફ્લાઈટ્સની સંખ્યામાં પણ વધારો :- આ તરફ Akasa Air એ પણ પ્રયાગરાજ માટે ફ્લાઇટના ભાડામાં 30-45 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે એરલાઈને શહેરમાં ફ્લાઈટની સંખ્યામાં પણ વધારો કર્યો છે. અકાસા એરએ કહ્યું કે, તેમણે પુણે, હૈદરાબાદ, અમદાવાદ અને બેંગલુરુથી પ્રયાગરાજ માટે વિશેષ ફ્લાઇટ શરૂ કરી છે. આ મુંબઈ અને દિલ્હીથી દૈનિક સીધી ફ્લાઇટ સેવા ઉપરાંત છે.

-> મહાકુંભમાં વસંત પંચમી પર અમૃત સ્નાનની યોજનામાં મોટો ફેરફાર :- મહાકુંભમાં થયેલી નાસભાગને જોતા હવે મેળા વિસ્તારમાં ભક્તોની સલામતી માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. જ્યાં ભીડનું દબાણ વધે છે તેવા વિસ્તારોની ઓળખ કરીને વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે. ડાયવર્ઝન પર ખાસ ભાર મૂકવામાં આવશે અને ભીડનું દબાણ વધે નહીં તેની ખાતરી કરવામાં આવશે. વધુ ઘણા રૂટને વન વે બનાવવામાં આવી રહ્યા છે. સંગમ પર વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અને ત્યાં વધુ પાંચ સ્થળોએ બેરિકેડીંગ કરવામાં આવશે.

Related Posts

80th Independence Day Celebration Inspiring Leadership: લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરકાવ્યો તિરંગો

Independence Day નવી દિલ્હી: ભારત આજે 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મો Independence Day દેશભરમાં ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યું છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવીને દેશને સંબોધન કર્યું. આ સાથે તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદો અને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ વધુ મજબૂત રીતે રજૂ કર્યો. આ વર્ષના Independence Dayની ઉજવણીમાં **‘Yuva Shakti for Viksit Bharat@2047’**ને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. Independence Dayએટલે કે આગામી વર્ષોમાં ભારતના વિકાસની ગતિ વધારવામાં દેશના યુવાનોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહેશે. સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમોમાં પણ યુવાનો, નવીનતા, ટેક્નોલોજી અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારીને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. 2047 સુધી વિકસિત ભારત બનાવવાનો…

શિક્ષણક્ષેત્રે નર્મદા જીલ્લા ની મોટી સિદ્ધી 92% બાળકો ને મળ્યો પુનઃપ્રવેશ…

શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લાની વધુ એક મોટી સિદ્ધિ: 92% ડ્રોપઆઉટ બાળકોને શાળામાં પુનઃપ્રવેશ, રાજ્યમાં પ્રથમ શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લામાં 4,224 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાયો. 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ બન્યો. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે નર્મદા જિલ્લાએ ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા કુલ 4,224 વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ સાથે નર્મદા જિલ્લાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.આ સિદ્ધિ નર્મદા જિલ્લા માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલાં ધોરણ-10ના પરિણામમાં પણ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ વ્યવસ્થામાં જોડવાની કામગીરીમાં પણ નર્મદા જિલ્લાએ આગવું સ્થાન મેળવ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *