મુંબઈ હુમલામાં સંડોવાયેલા તહવ્વુર રાણાને ટુંક સમયમાં ભારત લવાશે, ભારતને ન સોંપવાની અરજી ફગાવાઇ

મુંબઈ હુમલામાં સંડોવાયેલા તહવ્વુર રાણાને ભારતને ન સોંપવાની અરજી અમેરિકાની કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે ભારતે રાણા વિરુદ્ધ પૂરતા પુરાવા રજૂ કર્યા છે. મુંબઈ પોલીસે 26/11 હુમલાના કેસમાં ચાર્જશીટમાં રાણાનું નામ સામેલ કર્યું હતું. તેના પર પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય હોવાનો આરોપ છે.

મુંબઈમાં હુમલા માટેના લોકેશન્સ શોધવામાં મદદ:

26/11 Mumbai Terror Attack: માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને દિલ્હી લાવવામાં  આવશે! અમેરિકન કોર્ટમાં ભારતની મોટી જીત - SATYA DAY

ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે તહવ્વુર રાણાએ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરી હતી, જેણે હુમલા માટે મુંબઈમાં ટાર્ગેટની શોધખોળ હાથ ધરી હતી.

શિકાગોમાં ધરપકડ કરાઇ હતી:

 

ભારત લાવવામાં આવશે મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને, યુએસ કોર્ટે આપી  મંજૂરી

26/11ના મુંબઈ આતંકી હુમલાના લગભગ એક વર્ષ બાદ રાણાની શિકાગોમાં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આતંકવાદીઓ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર:- તહવ્વુર રાણા અને તેના સહયોગી ડેવિડ કોલમેન હેડલીએ સાથે મળીને મુંબઇમાં હુમલાઓ માટેની જગ્યા શોધી તેને અંજામ આપવા માટે પાકિસ્તાની આતંકવાદીઓ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હતી. રાણા હાલ લોસ એન્જલસ જેલમાં છે. અમેરિકામાં રાણાને તેની સામેના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો છે, પરંતુ ભારતની પ્રત્યાર્પણ અરજીને કારણે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો નથી.

Related Posts

મધ્યપ્રદેશથી Ahmedabad આવેલા યુવક સાથે લૂંટ: રિક્ષામાં યુ.એન. મહેતા હોસ્પિટલ જતા સમયે ગલીમાં લઈ જઈ 4 શખસે ₹45 હજાર પડાવી લીધા, Premeditated Criminal Trap

મધ્યપ્રદેશથી Ahmedabad આવેલા યુવક સાથે લૂંટ: રિક્ષામાં યુ.એન. મહેતા હોસ્પિટલ જતા સમયે ગલીમાં લઈ જઈ 4 શખસે ₹45 હજાર પડાવી લીધા, કાલુપુર પોલીસે ગુનો નોંધ્યો Ahmedabadના કાલુપુર વિસ્તારમાં મધ્યપ્રદેશથી સારવાર માટે આવેલા એક યુવક સાથે લૂંટની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે યુવક રિક્ષામાં બેસીને યુ.એન. મહેતા હોસ્પિટલ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રિક્ષાચાલક સહિત ચાર શખસોએ તેને કથિત રીતે એક ગલીમાં લઈ જઈ રોક્યો હતો અને તેની પાસેથી રોકડ સહિત કુલ ₹45 હજાર પડાવી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ઘટનાને લઈને યુવકે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવક મધ્યપ્રદેશથીAhmedabad આવ્યો હતો અને હોસ્પિટલ જવાના રસ્તામાં તેની સાથે આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવાયું…

Saroli : સારોલી સાલાસર માર્કેટ આગ: ૫મા માળે 4 દુકાનોમાં ભીષણ આગ, કાપડનો જથ્થો ભસ્મીભૂત થતાં ૧૫ ફાયર સ્ટેશન કાફલો ઘટનાસ્થળે Intense Smoke & Chaos

Saroliમાં સાલાસર માર્કેટના 5મા માળે ભીષણ આગ, 4 દુકાનમાં પ્રસરી: કાપડનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની, 15 ફાયર સ્ટેશનની ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે સુરત શહેરમાં આગની વધુ એક મોટી ઘટના સામે આવી છે.Saroliવિસ્તારમાં આવેલા સાલાસર માર્કેટના પાંચમા માળે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પાંચમા માળે આવેલી ચાર દુકાનો સુધી આગ પ્રસરી હોવાની માહિતી સામે આવી છે. માર્કેટમાં મોટી માત્રામાં કાપડનો જથ્થો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લગભગ 15 ફાયર સ્ટેશનની ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.ફાયર વિભાગના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આગના કારણે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *