સોના-ચાંદીના ભાવમાં ફરી તોફાની તેજી, એક જ દિવસે ચાંદીમાં ₹17,000નો ઉછાળો

મજબૂત વૈશ્વિક વલણો અને નબળા ડોલરની અસર હેઠળ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં છ ટકાથી વધુ ઉછાળો આવી રૂપિયા 2.72 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે, જ્યારે સોનાના ભાવમાં પણ લગભગ એક ટકાનો વધારો નોંધાયો છે.

સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, ચાંદીનો ભાવ શુક્રવારના બંધ ભાવ રૂપિયા 2,55,000 પ્રતિ કિલોગ્રામથી રૂપિયા 17,000 અથવા 6.66 ટકાની તેજી સાથે રૂપિયા 2,72,000 પ્રતિ કિલોગ્રામ થયો છે. તે જ સમયે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું રૂપિયા 1,300 અથવા 0.83 ટકા વધીને રૂપિયા 1,58,500 પ્રતિ 10 ગ્રામ થયું છે. અગાઉના સત્રમાં સોનું રૂપિયા 1,57,200 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને સટ્ટાકીય ખરીદીના કારણે સોમવારે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. હાલ ડોલર ઇન્ડેક્સ 97 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે લગભગ 0.30 ટકા ઘટ્યો છે અને તેના કારણે બુલિયન ભાવને ટેકો મળ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે મેક્રોઇકોનોમિક અનિશ્ચિતતા, ભૂરાજકીય પરિસ્થિતિ અને ટેરિફ સંબંધિત મુદ્દાઓ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સતત નિવેદનોને કારણે સલામત રોકાણ તરીકે કિંમતી ધાતુઓની માંગમાં વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો છે. હાજર ચાંદી 2.19 ડોલર અથવા 2.81 ટકા વધીને 80.21 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી છે, જ્યારે સોનાનો ભાવ એક ટકા વધીને 5,012.94 ડોલર પ્રતિ ઔંસ થયો છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

વર્ષ 2026-27 માટે ખેડૂતો પાસેથી સરકાર કરશે ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી , જાણો ક્યારે શરૂ થશે નોંધણી પ્રક્રિયા

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2026-27…

કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગની નવતર પહેલ: જળ અને જમીન સંરક્ષણ થકી વન્યજીવ સૃષ્ટિનું થશે સંવર્ધન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શુષ્ક વાતાવરણ માટે જાણીતા આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરી, જમીનનું ધોવાણ…