Amreli: ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર સિંહ બેલડીની લટાર, વનવિભાગ પર ઉઠયા સવાલો

બાબુ વાઢેર, જાફરાબાદ: અમરેલી જિલ્લાના જાફરાબાદના બાલાનીવાવ નજીક ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર સિંહોની લટાર જોવા મળી છે. પ્રસિદ્ધ ‘લવ–કુશ’ નામની સિંહોની જોડી નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતી અને હાઈવે પર લટાર મારતી નજરે પડી છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મહત્વની વાત એ છે કે ગયા મહિને આ જ હાઈવે પર બે સિંહણ અને એક દીપડાના અકસ્માતમાં મોત થયા હતા. તેમ છતાં વનવિભાગ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. વારંવાર થતા વન્યપ્રાણી અકસ્માતો બાદ પણ હાઈવે પર જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓનો અભાવ જોવા મળ્યો છે. ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે સિંહો માટે જાણે ઘાતક માર્ગ બની ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઝડપી વાહન વ્યવહારના કારણે સિંહો સતત જોખમમાં મુકાઈ રહ્યા છે.

વ્યક્ત કરવામાં આવી ચિંતા
સ્થાનિક લોકો અને વન્યપ્રાણી પ્રેમીઓ દ્વારા વનવિભાગની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. “સિંહોની સુરક્ષા માટે જવાબદાર વનવિભાગ હજી સુધી કેમ નિષ્ક્રિય છે?” એવો પ્રશ્ન લોકો પૂછે છે. જો સમયસર પગલાં નહીં લેવાય તો વધુ વન્યપ્રાણીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો ‘લવ–કુશ’ સિંહોની જોડીનો નેશનલ હાઈવે પર લટાર મારતો વીડિયો વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…