પોલીસ ભરતી: અમદાવાદમાં RFID-CCTV મોનીટરીંગ વ્યવસ્થાનું ડૉ. કે.એલ.એન. રાવે કર્યું અવલોકન

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી PSI અને લોકરક્ષક સંવર્ગની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે, આજે વહેલી સવારે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા અમદાવાદ ખાતે સૈજપુરબોઘા ગ્રાઉન્ડની સીધી મુલાકાત લેવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન રાજ્યના પોલીસ વડા દ્વારા ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ ચકાસવા માટે કેટલીક મહત્વની બાબતો પર વ્યક્તિગત અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોના કોલલેટરની ચકાસણી, ચેસ્ટ નંબર અને RFID ટેગ ફાળવવાની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત રનિંગ ટ્રેક પર ટેકનોલોજીના માધ્યમથી દરેક ઉમેદવારના લેપ-વાઈઝ રેકોર્ડિંગ અને વ્યક્તિગત ટાઈમિંગની ગણતરી કેવી રીતે થાય છે તેનું નિરીક્ષણ કરવામાં હતું. એટલું જ નહીં, કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક થાય તે માટે લગાવવામાં આવેલા CCTV કેમેરા અને ટેકનિકલ સ્ટાફની કામગીરીનું અવલોકન પણ કરવામાં આવ્યું હતું.

રાજ્યના પોલીસ વડા ડૉ. રાવે જણાવ્યું હતું કે, સમગ્ર ભરતી પ્રક્રિયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની SOP (Standard Operating Procedure) મુજબ અત્યંત સુચારૂ રીતે ચાલી રહી છે. ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓ સરાહનીય છે.

રાજ્યના પોલીસ વડાએ ગ્રાઉન્ડ ઇન્ચાર્જ અને તેમની સમગ્ર ટીમને ઉત્તમ આયોજન અને પારદર્શક પ્રક્રિયા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

T20 વર્લ્ડ કપ જીત્યા પછી શા માટે ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા શિવમ દુબે? જાણો સંપૂર્ણ કારણ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં ઓલરાઉન્ડર Shivam Dube એ એક એવો નિર્ણય લીધો જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતો હતો. અમદાવાદથી મુંબઈ…