1500 કરોડના જમીન કૌભાંડ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે SITની રચના

1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે તપાસ વધુ કડક બનાવવામાં આવી છે. આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.

એસીબીના અધિક નિયામક બિપિન આહિરની અધ્યક્ષતામાં કુલ 7 સભ્યોની SIT બનાવવામાં આવી છે. તપાસ ટીમમાં અમદાવાદ ACBના નાયબ નિયામક બી.જે. પંડ્યા, રાજકોટ ACBના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ, અમદાવાદ ACBના મદદનીશ નિયામક આર.બી. દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તે ઉપરાંત અમદાવાદ શહેર ACBના પીઆઈ ડી.એન. પટેલ, સુરેન્દ્રનગર ACBના પીઆઈ એમ.ડી. પટેલ અને મોરબી ACBના પીઆઈ પી.એ. દેકાવાડિયાનો પણ SITમાં સમાવેશ કરાયો છે.

આ જમીન કૌભાંડ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિત કુલ ચાર લોકો સામે ACB દ્વારા તપાસ ચાલી રહી છે. SITની રચનાથી કેસની તપાસમાં ઝડપી અને ઊંડાણપૂર્વક કાર્યવાહી થવાની શક્યતા છે.

પ્રશાસનિક સ્તરે થયેલા મોટા કથિત કૌભાંડને લઈને રાજ્યભરમાં ચર્ચા તેજ બની છે, જ્યારે તપાસ એજન્સીઓ દ્વારા આગામી દિવસોમાં મહત્વપૂર્ણ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Godhra માં ગણેશ વિસર્જન વખતે મોટો અકસ્માત ટળ્યો, ક્રેનનું બેલેન્સ બગડતાં વિશાળ મૂર્તિ ઝૂકી 2026 Disaster Avoided

Godhra માં ગણેશ વિસર્જન દરમિયાન મોટો અકસ્માત ટળ્યો, ક્રેનનું બેલેન્સ બગડતાં વિશાળ મૂર્તિ ઝૂકી Godhra:પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હોવાની ઘટના સામે આવી છે. ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ ભક્તો બાપ્પાને ભાવભીની વિદાય આપવા માટે રામસાગર તળાવ ખાતે પહોંચ્યા હતા. અહીં વિશાળ ગણેશ પ્રતિમાના વિસર્જનની કામગીરી દરમિયાન અચાનક ક્રેનનું સંતુલન બગડતાં મૂર્તિ એક તરફ ઝૂકી ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોમાં થોડા સમય માટે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે, ગોધરાના રામસાગર તળાવ ખાતે મોટી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારે વજન ધરાવતી ગણેશજીની વિશાળ પ્રતિમાને ક્રેનના બેલ્ટની મદદથી ઉઠાવીને તળાવમાં પધરાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક ક્રેનનું…

Eco-Friendly Ganesh Utsav 2026 : ગણેશ મૂર્તિકારો માટે આશીર્વાદરૂપ યોજના.. Eco Triumph..

માટી મૂર્તિ મેળો-2026: 23,542 ઇકો-ફ્રેન્ડલી Ganesh મૂર્તિઓનું વેચાણ, રૂ. 5 કરોડની આવક અમદાવાદ, વડોદરા અને સુરતમાં 7 દિવસીય મેળાને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ ગુજરાતમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણમિત્ર Ganesh મૂર્તિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને સારો પ્રતિસાદ મળ્યો છે. રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ હેઠળ કાર્યરત ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા 8થી 14 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં આયોજિત ‘માટી મૂર્તિ મેળો-2026’ સફળ રહ્યો છે. સાત દિવસ સુધી ચાલેલા આ મેળામાં રાજ્યના 361 નોંધાયેલા માટી મૂર્તિકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી કુલ 23,542 ઇકો-ફ્રેન્ડલી Ganesh મૂર્તિઓનું વેચાણ થયું હતું. આ વેચાણથી કારીગરોને અંદાજે રૂ. 5 કરોડની આવક થઈ હોવાનું જણાવાયું છે. મેળામાં પર્યાવરણપ્રેમીEco-Friendly Ganesh Utsav 2026: Ganeshભક્તોએ મોટી સંખ્યામાં માટીની મૂર્તિઓ ખરીદી હતી. -> 361…