દિલ્હી જલ બોર્ડ કેસમાં ACBની મોટી કાર્યવાહી, સત્યેન્દ્ર જૈન સહિત 6ની ધરપકડ
દિલ્હી જલ બોર્ડના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ના ટેન્ડરમાં કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કેસમાં એન્ટી કરપ્શન બ્રાન્ચ (ACB)એ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સહિત કુલ છ લોકોની ધરપકડ કરી છે. આ કાર્યવાહી બાદ દિલ્હીના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ACBની કાર્યવાહી હેઠળ સત્યેન્દ્ર જૈન ઉપરાંત દિલ્હી જલ બોર્ડના પૂર્વ CEO અને IAS અધિકારી ઉદિત પ્રકાશ રાય, પૂર્વ કોન્ટ્રાક્ટ કન્સલ્ટન્ટ અંકિત શ્રીવાસ્તવ, એનએન એન્ટરપ્રાઇઝિસના પ્રોપ્રાઇટર નાગેન્દ્ર યાદવ, યુરોટેક એન્વાયરમેન્ટલ પ્રાઇવેટ લિમિટેડના રાજા કુમાર કુર્રા અને સૃજનહારના પ્રોપ્રાઇટર પંકજ વર્માની ધરપકડ કરવામાં આવી છે. શું છે સમગ્ર કેસ? આ કેસ દિલ્હી જલ બોર્ડના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશન અને વિસ્તરણ માટે આપવામાં આવેલા ટેન્ડર સાથે જોડાયેલો છે.…
1500 કરોડના જમીન કૌભાંડ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે SITની રચના
1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે તપાસ વધુ કડક બનાવવામાં આવી છે. આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. એસીબીના અધિક નિયામક બિપિન આહિરની અધ્યક્ષતામાં કુલ 7 સભ્યોની SIT બનાવવામાં આવી છે. તપાસ ટીમમાં અમદાવાદ ACBના નાયબ નિયામક બી.જે. પંડ્યા, રાજકોટ ACBના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ, અમદાવાદ ACBના મદદનીશ નિયામક આર.બી. દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અમદાવાદ શહેર ACBના પીઆઈ ડી.એન. પટેલ, સુરેન્દ્રનગર ACBના પીઆઈ એમ.ડી. પટેલ અને મોરબી ACBના પીઆઈ પી.એ. દેકાવાડિયાનો પણ SITમાં સમાવેશ કરાયો છે. આ જમીન કૌભાંડ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિત કુલ ચાર લોકો સામે ACB દ્વારા તપાસ ચાલી રહી…
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ 7 જાન્યુઆરી સુધી ED કસ્ટડીમાં
સુરેન્દ્રનગર: બહુમુખી ચર્ચામાં રહેલા જમીન બિનખેતી (NA) કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને મોટી સફળતા મળી છે. શુક્રવારે અમદાવાદની વિશેષ અદાલતે જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વર્ષ 2015 બેચના આ IAS અધિકારી હવે આગામી 7 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધી ED ની કસ્ટડીમાં રહેશે. મુખ્ય વિગતો અને તપાસ ED દ્વારા કોર્ટમાં કલેક્ટરના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 5 દિવસ માટે મંજૂરી આપી. તપાસ એજન્સીનો આરોપ છે કે રાજેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન ખેતીની જમીન બિનખેતી (NA) માટે બદલવામાં આવતી વ્યવસ્થા દરમિયાન વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો. ડિસેમ્બર મહિનામાં પડેલા દરોડામાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી ₹67.5 લાખ રોકડ મળી આવી હતી, જે આ કેસમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે સમાવિષ્ટ છે.…
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કુમાર પટેલની ED દ્વારા ધરપકડ, જમીનના કૌભાંડમાં મોટો ખુલાસો
સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના જમીન NA (બિનખેતી) કૌભાંડ મામલે મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. લાંબી પૂછપરછ બાદ તેમને ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મોડીરાત સુધી ચાલેલી EDની કાર્યવાહી EDની ટીમે પૂર્વ કલેક્ટરના નિવાસસ્થાને મોડીરાત સુધી સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહત્વપૂર્ણ ફાઇલો, જમીન સંબંધિત દસ્તાવેજો તેમજ ઘરના લોકરમાંથી સોનાં-ચાંદીની કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી બાદ તેમને સત્તાવાર રીતે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ED ઓફિસ ખાતે પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. 1500 કરોડના જમીન NA કૌભાંડની તપાસ આ સમગ્ર મામલો અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન…
લાલુ યાદવની વધી મુશ્કેલી, રાષ્ટ્રપતિએ લોન્ડરિંગનો કેસ દાખલ કરવા આપી મંજૂરી
લેન્ડ ફોર જોબ કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નોકરી માટે જમીન કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવ સામે કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી દીધી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, દ્રૌપદી મુર્મુએ CrPCની કલમ 197(1) અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023ની કલમ 218 હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. ED એ ચાર્જશીટ દાખલ કરી ED રેલવેમાં નોકરી માટે જમીન કૌભાંડની તપાસ કરી રહી છે. ED એ ગયા વર્ષે ઓગસ્ટમાં 76 વર્ષીય બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ, તેમના પુત્ર અને રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરાયેલી FIRના આધારે એજન્સીએ મની લોન્ડરિંગનો…











