ગુજરાત પોલીસનું ‘ઓપરેશન કારાવાસ’: 15 દિવસમાં જામીન-પેરોલ પરથી ફરાર 41 આરોપીઓ ઝડપાયા

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે 26 નવેમ્બરથી વિશેષ ‘ઓપરેશન કારાવાસ’ શરૂ કર્યું છે. આ અભિયાનમાં ગુજરાત પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે.

15 દિવસમાં 41 ફરાર આરોપીઓ ઝડપાયા
ઓપરેશન અંગે માહિતી આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસમાં પોલીસે કુલ 41 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાંથી 15 આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. આ ઉપરાંત ઓપરેશન દરમિયાન 25 આરોપીઓનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. તેમના ડેથ સર્ટિફિકેટ મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ 25 પૈકી 17 આરોપીઓ પણ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા.

ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ
પકડાયેલા તમામ આરોપીઓ ખૂન, દુષ્કર્મ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા અને આજીવન કેદની સજા થયા બાદ જામીન કે પેરોલ પર છૂટીને જેલમાં પરત ન ફર્યા હતા.

આંતર-રાજ્ય કોઓર્ડિનેશનથી મળી સફળતા
ગુજરાત પોલીસની આ સફળતા પાછળ હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે ટેક્નિકલ સર્વેલન્સનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ફરાર આરોપીઓ અન્ય રાજ્યોમાં ઓળખ અને હુલિયો બદલીને રહેતા હતા. આવા જટિલ કેસોમાં પણ પોલીસે આંતર-જિલ્લા અને આંતર-રાજ્ય કોઓર્ડિનેશન સ્થાપિત કરીને આરોપીઓને પકડવામાં સફળતા મેળવી છે.

પોલીસ ટીમોને અભિનંદન
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ કામગીરી બદલ સમગ્ર પોલીસ ટીમને બિરદાવતા અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે કાયદાથી દૂર રહેલા અન્ય આરોપીઓને ઝડપવા માટે ‘ઓપરેશન કારાવાસ’ આગળ પણ સતત ચાલુ રહેશે. સાથે જ પેરોલ કે ફર્લો પરથી પરત ન આવેલા આરોપીઓને પકડવા તમામ પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

Related Posts

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…