ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો મહત્વનો નિર્ણય, વિધાનસભાના સચિવને લખેલ આ પત્ર જાણો કેમ ચર્ચામાં

ગુજરાત વિધાનસભાના સિદ્ધપુર બેઠકના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો એક પત્ર હાલ ચર્ચામાં છે. આ પત્ર સકારાત્મક રીતે ચર્ચામાં આવ્યો છે. બલવંતસિંહ રાજપૂતે વિધાનસભાના સચિવને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હું અગાઉ ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી હતો ત્યારે પણ સરકારમાંથી કોઈ જ પગાર-ભથ્થા લેતો નહોતો. આજેપણ મને મળવાપાત્ર કોઈ જ પગાર-ભથ્થા હું સ્વીકારતો નથી.

ગુજરાતમાં બહુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં થયેલા ફેરફાર બાદ સચિવાલય તરફથી સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી બળવંતસિંહ રાજપૂતને એક પત્ર લખવામાં આવ્યો હતો અને પગાર-ભથ્થાની આકારણી માટે જરુરી વિગત માંગવામાં આવી હતી. જેના જવાબમાં બળવંતસિંહ રાજપૂતે પત્ર લખી અને પગાર ભથ્થા લેવાનો ઈન્કાર કર્યો છે.

બળવંતસિંહ રાજપૂત તરફથી લખવામાં આવેલો પત્ર

મહત્વની વાત એ છે કે, બળવંતસિંહ રાજપૂત જ્યારે ગુજરાત સરકારમાં ધારાસભ્ય કે મંત્રી પદ પર ન હતા અને GIDCમાં ચેરમેન પદ પર હતા. તે દરમિયાન પણ સરકાર પાસેથી કોઈ પણ જાતનો પગાર કે ભથ્થું લેતા ન હતા. ત્યાર બાદ તેઓ ધારાસભ્ય બન્યા અને મંત્રી બન્યા આ દરમિયાન પણ તેમણે કોઈ પગાર કે ભથ્થું લીધું ન હતું, ત્યારે હવે ફરીથી તેમણે પગાર કે ભથ્થું લેવાનો ઇનકાર કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gujarat : ગુજરાતના રોપ-વે પર 47 લાખથી વધુ યાત્રાળુઓ…

Gujaratના રોપ-વે યાત્રાધામો બન્યા આકર્ષણનું કેન્દ્ર: ગિરનાર, પાવાગઢ અને અંબાજીમાં 47 લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ‘ઉડન ખટોલા’નો આનંદ -> Gujarat રોપ-વે પ્રવાસન : Gujaratના પવિત્ર યાત્રાધામો અને કુદરતી સૌંદર્યને વધુ સરળતાથી માણવા માટે રોપ-વે સેવાઓ યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રાજ્યના ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે આવેલી રોપ-વે સેવાઓનો લાભ લઈને વર્ષ 2025-26 દરમિયાન કુલ 47.32 લાખથી વધુ યાત્રાળુઓ અને પ્રવાસીઓએ ‘ઉડન ખટોલા’ની અનોખી સફરનો આનંદ માણ્યો છે. આ આંકડો Gujaratના ધાર્મિક પ્રવાસન અને આધુનિક સુવિધાઓની વધતી લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે.સરકારી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના પાવાગઢ રોપ-વેનો 23.43 લાખથી વધુ યાત્રાળુઓએ ઉપયોગ કર્યો, જ્યારે બનાસકાંઠાના પ્રસિદ્ધ અંબાજી રોપ-વેમાં 15.58 લાખથી વધુ લોકો પહોંચ્યા હતા. બીજી તરફ, જૂનાગઢના ગિરનાર રોપ-વેમાં 8.31 લાખથી વધુ યાત્રાળુઓએ મુસાફરી કરી…

સોમાલિયાના દરિયામાં જહાજ હાઇજેક, 6 ભારતીયો સહિત 10 ક્રૂ લાપતા

સોમાલિયાના પંટલેન્ડ તટ નજીક દરિયાઈ ચાંચિયાઓએ એક કાર્ગો જહાજને હાઇજેક કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ફેલાઈ છે. કેમરૂનના ધ્વજ હેઠળ ચાલતું M/V LUTUF જહાજ સોમાલિયાના દરિયાકાંઠે સશસ્ત્ર ચાંચિયાઓના કબજામાં ગયું છે. જહાજમાં 10 સભ્યોનો ક્રૂ હતો, જેમાં 6 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. જહાજ તુર્કીના સૈન્ય તાલીમ કેન્દ્ર માટે હથિયારો, કોમ્યુનિકેશન સિસ્ટમ અને સેટેલાઇટ સાધનો લઈ જઈ રહ્યું હતું. 17 ઑગસ્ટે પંટલેન્ડના એઇલ જિલ્લામાં મરેયો નજીક આ જહાજ પર હુમલો થયો હતો. સમુદ્રી સુરક્ષા અહેવાલો મુજબ આશરે આઠ સશસ્ત્ર લોકોએ જહાજ પર ચઢીને તેનો કબજો મેળવી લીધો હતો. ત્યારબાદ જહાજને નુગાલ કાંઠા તરફ લઈ જવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. જહાજ અને તેના ક્રૂની હાલની સ્થિતિ અંગે હજુ સંપૂર્ણ અને સ્વતંત્ર માહિતી ઉપલબ્ધ નથી. જહાજમાં કોણ-કોણ સવાર હતા?…