કચ્છ: હાજીપીર પાસેથી 55 વિસ્ફોટકો સાથે 3 ઝડપાયા, જાણો વિગત

કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર હાજીપીર પાસે પોલીસે 3 શંકાસ્પદ વ્યક્તિઓને ૫૫ વિસ્ફોટકો સાથે ઝડપી પાડ્યા છે. આ કામગીરી કચ્છ-ભુજ બોર્ડર રેન્જના પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન, બોલેરો પિક-અપમાંથી વિસ્ફોટકોના ગોળા મળી આવ્યા, જે ઘઉના લોટથી કવર કરવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી લોખંડનો કોચથો અને છરી પણ જપ્ત કરવામાં આવી હતી.

આ ગુનાની નોંધ હાજીપીર પોલીસ સ્ટેશનમાં એક્સલોઝીવ એક્ટ હેઠળ કરવામાં આવી છે. ઝડપાયેલા લોકોના નામ અને સરનામું આ પ્રમાણે છે:

– પ્રકાશ હિરાભાઈ સથવારા, ઉંમર ૨૫, હેમલાઈ ફળીયું, અંજાર
– રાજુ વેલજી દાતણીયા, ઉંમર ૩૫, સતાપર, અંજાર
– હિરા કાનજી દાતણીયા, ઉંમર ૨૮, હેમલાઈ ફળીયું, અંજાર

સફળ કામગીરી માટે પો.સબ ઇન્સ્પેક્ટર વી.ડી. ગોહિલ, એ.એસ.આઈ કિશોરસિંહ જાડેજા, પો.હેડ કોન્સ કિરણકુમાર નાયી, પો.હેડ કોન્સ દિનેશભાઈ ચૌધરી, પો.કોન્સ પીન્ટુભાઈ ખરાડી, એલ.આર.પી.સી. વિજયભાઈ ચાવડા અને ચત્રસિંહ સોઢા ટીમને શ્રેય આપવામાં આવ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

 

Related Posts

Vadnagarથી ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ: શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, Elite Push 2026

Vadnagarથી ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ: શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, વડનગરથી વારાણસી બાઈક યાત્રાને ફ્લેગ ઓફ Vadnagar, 17 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મહેસાણાના Vadnagar ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. શર્મિષ્ઠા તળાવના કિનારે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાઆરતી યોજાઈ હતી અને વડાપ્રધાનના દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રાને પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. -> શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી : Vadnagar ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શર્મિષ્ઠા તળાવનું વિશેષ મહત્વ રહ્યું હતું. મહાનુભાવોએ તળાવના ઘાટ પર મહાઆરતીમાં ભાગ લીધો…

SD PAY અને APNA PAY એપથી 634 કરોડના કથિત ફ્રોડમાં ત્રણ મુખ્ય સૂત્રધાર ઝડપાયા, Scam Syndicate

SD PAY અને APNA PAY એપથી 634 કરોડના કથિત ફ્રોડમાં ત્રણ મુખ્ય સૂત્રધાર ઝડપાયા, અમરેલી સાયબર સીટ ટીમની મોટી કાર્યવાહી અમરેલી: SD PAY અને APNA PAY એપ્લિકેશનના માધ્યમથી લોકોને ટૂંકા સમયમાં ઊંચું નાણાકીય વળતર આપવાની લોભામણી જાહેરાતો કરીને રોકાણ કરાવવાના કથિત 634 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં અમરેલી સાયબર ક્રાઈમની SIT ટીમે વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલે અમરેલીના પોલીસ અધિક્ષક સંજય ખરાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોલીસ તપાસની વિગતો જાહેર કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં અગાઉ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, કથિત નાણાકીય છેતરપિંડીના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે વિશેષ SIT ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમે તપાસ આગળ ધપાવીને ધવલ ગોવિંદ પટેલ, હિરેન મુકેશ શાહ અને ભાવેશ અરવિંદ…