મોરબી: પીપળી પાસે જેટકોના સબસ્ટેશનમાં વિકરાળ આગ, મેજર કોલ જાહેર

મોરબી જિલ્લામાં આજે સવારે મોટી દુર્ઘટના બની હતી, જ્યારે પીપળી ગામ નજીક આવેલ જેટકો (GETCO)ના 220 કિલોવોલ્ટ સબસ્ટેશનમાં અચાનક ભયાનક આગ લાગી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ મિનિટોમાં સમગ્ર સબસ્ટેશન જ્વાળાઓની ઝપેટમાં આવી ગયું. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે.

આગ બુઝાવવા 5 ફાયર ટીમો ત્વરિત પહોંચી
મળતી માહિતી મુજબ, હાલ મોરબીની બે, રાજકોટની બે અને વાંકાનેરની એક મળી કુલ પાંચ ફાયર ફાઇટિંગ ટીમો આગ પર કાબૂ મેળવવા સતત પાણીનો મારો ચલાવી રહી છે. સબસ્ટેશનમાં રહેલા ટ્રાન્સફોર્મર ઓઇલ ફાટી નીકળતા જ્વાળાઓ વધુ વિકરાળ બની ગઈ છે. આગ એટલી ભારે છે કે દૂરથી ધુમાડાના ગોઠા દેખાઈ રહ્યા છે.

મોરબીના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ
આ સબસ્ટેશન મારફતે મોરબી શહેર અને આસપાસના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો થતો હોવાથી આગ લાગતા વીજળી સપ્લાય બંધ થયો છે. નાગરિકોને હાલ વીજ પુરવઠાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. જેટકોના અધિકારીઓ અને ઇજનેરો ઘટના સ્થળે પહોંચી આગના કારણો શોધવાની સાથે સપ્લાય પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મોટી જાનહાનિ ટળી, પરંતુ ભારે નુક્સાનની આશંકા
પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાનું સાધનસામગ્રી અને ઇલેક્ટ્રિકલ ઉપકરણોને ભારે નુકસાન થયું હોવાનું મનાય છે. આગના ચોક્કસ કારણો હજી સુધી બહાર આવ્યા નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ સંભવિત કારણ તરીકે માનવામાં આવી રહ્યું છે.

તપાસ ચાલુ
પોલીસ અને ફોરેન્સિક ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગના કારણો વિશે તપાસ શરૂ કરી છે. આગને સંપૂર્ણ કાબૂમાં લેવા માટે ફાયર વિભાગના કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મુઘલો અને અંગ્રેજો કેમ ગોવા ન જીતી શક્યા? જાણો રસપ્રદ ઈતિહાસ

ભારતના ઈતિહાસમાં અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, પરંતુ Goaનું સ્થાન હંમેશાં અનોખું રહ્યું છે. દેશના મોટા ભાગ પર શાસન કરનાર Mughal Empire અને બાદમાં British Empire હોવા છતાં ગોવા લાંબા સમય સુધી તેમની પહોંચ બહાર રહ્યું હતું.

અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે