બેંકો ફક્ત ‘ડિજિટલ’ નહીં, ‘માનવીય’ પણ બને, નાણામંત્રીનો બેંકિંગ ક્ષેત્રને સંદેશ

મુંબઈમાં યોજાયેલા 12માં SBI બેંકિંગ અને અર્થશાસ્ત્ર કોન્ક્લેવ 2025 દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકિંગ ક્ષેત્રને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. તેમણે બેંકરોને સંબોધતા જણાવ્યું કે બેંકો ગ્રાહક આધાર વધારવા માટે ફક્ત ટેક્નોલોજી પર નહિ પરંતુ માનવીય સંપર્ક પર પણ ધ્યાન આપે.

નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે, “બેંકિંગનો અર્થ ફક્ત ડિજિટલ જોડાણ નથી. વ્યક્તિ-થી-વ્યક્તિ સંપર્ક બેંકિંગની આત્મા છે. બેંકિંગ હંમેશા ગ્રાહક-કેન્દ્રિત અને સ્ટાફ-આધારિત ક્ષેત્ર રહ્યું છે.”

તેમણે આગળ કહ્યું કે સ્થાનિક ભાષાનો ઉપયોગ ગ્રાહક જોડાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જાહેર ક્ષેત્રની બેંકોને સૂચના આપતાં તેમણે જણાવ્યું કે દરેક શાખામાંનો સ્ટાફ સ્થાનિક ભાષામાં ગ્રાહકો સાથે સંવાદ કરી શકે તે સુનિશ્ચિત કરવું જોઈએ.

સીતારમણે એમએસએમઈ (MSME) ક્ષેત્ર માટે બેંકોને પોતાનું ક્રેડિટ રેટિંગ સિસ્ટમ વિકસાવવા સલાહ આપી અને આઉટસોર્સ્ડ રેટિંગ એજન્સીઓ પર વધુ નિર્ભર રહેવાનું ટાળવા કહ્યું. તેમણે જણાવ્યું કે ઘણા કિસ્સાઓમાં બાહ્ય રેટિંગ એજન્સીઓની ખામીઓ ગ્રાહકો અને બેંકો બન્ને માટે મુશ્કેલી સર્જે છે.

તેમના સંદેશનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે બેંકો ડિજિટલાઈઝેશન સાથે માનવીય સ્પર્શ પણ જાળવે, જેથી નાણાકીય સેવાઓ વધુ વિશ્વાસપાત્ર અને ગ્રાહકમૈત્રી બની શકે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈરાનના નાતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો, અમેરિકા અને ઇઝરાયલે કર્યો હુમલો

ઈરાનના સૌથી મહત્વપૂર્ણ નાતાન્ઝ પરમાણુ સુવિધા પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. ઈરાની મીડિયા અનુસાર, અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ભારે બોમ્બમારો કર્યો હતો. રાહતની વાત એ છે કે આ…

સૈનિક શાળાઓને લઈ રાજનાથ સિંહે કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું

દેશની સંરક્ષણ તૈયારીઓ અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારીને એક નવો પરિમાણ આપતા, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મોટી જાહેરાતો કરી છે. સૈનિક સ્કૂલ ઘોરાખલના ડાયમંડ જ્યુબિલી સમારોહને સંબોધતા, તેમણે દેશભરમાં…