“ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોને સહાય નહીં, દેવા માફ કરો”, અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર લખીને રાજ્ય સરકાર સામે ખેડૂતોના મુદ્દે તીવ્ર સૂર ચડાવ્યા છે. તેમણે કહ્યું છે કે, “ઉત્સવોમાંથી બહાર આવીને સરકારે હવે ખેડૂતોની હકીકત પર ધ્યાન આપવું જોઈએ. સહાય નહીં, પરંતુ બેંક અને સહકારી સંસ્થાઓના બાકી દેવા માફ કરવાથી જ ખેડૂતોને વાસ્તવિક રાહત મળશે.”

દુધાતે પત્રમાં આક્ષેપ કર્યો કે 2024માં જાહેર કરાયેલા કૃષિ સહાય પેકેજમાં અમરેલી જિલ્લાના આશરે 700 ગામડા બાકાત રહી ગયા હતા, જેના કારણે હજારો ખેડૂતોને કોઈ સહાય મળી નથી. હવે 2025ના કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ દયનીય બની છે.

તેમણે સરકારની ડિજિટલ સર્વે પદ્ધતિ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. “ડિજિટલ સર્વેથી ખેડૂતોનું ભલું થવાનું નથી. વાસ્તવિક પરિસ્થિતિ અને મનોદશા ધ્યાને લઈને જ યોગ્ય નીતિ ઘડવાની જરૂર છે,” એમ તેમણે લખ્યું છે.

દુધાતે વધુમાં જણાવ્યું કે, “ખેડૂત હવે નવી ખેતી માટે તૈયાર થઈ શકતા નથી. દેવા માફીથી જ તેઓ ફરી ઉભા રહી શકશે. રાજ્ય સરકારે માત્ર ઉત્સવ અને પ્રસંગોમાં વ્યસ્ત રહેવાને બદલે ખેડૂતોના આર્થિક પુનર્નિર્માણ પર ધ્યાન આપવું જોઈએ.”

કોંગ્રેસે આ મુદ્દે વિધાનસભામાં ઉઠાનાં સંકેત આપ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પણ સૌરાષ્ટ્રમાં ખેડૂત મહાપંચાયત યોજવાની જાહેરાત કરી છે.

દુધાતનો આ પત્ર રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નો પર ફરી રાજકીય ગરમી લાવતો જોવા મળી રહ્યો છે અને આવનારી ચૂંટણીઓમાં ખેડૂત મુદ્દો ફરી એકવાર કેન્દ્રસ્થાને રહેવાની સંભાવના છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

ઈઝરાયલે South Pars Gas Field પર હુમલો કર્યો, ઈરાનની ખાડી દેશોને કડક ધમકી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ હવે વધુ ગંભીર બન્યો છે. ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્રોમાંના એક, South Pars Gas Field, પર તાજેતરમાં થયેલા હુમલાએ સમગ્ર ખાડી પ્રદેશમાં…