ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ સત્તાવાર જાહેર, જાણો આ નેતાની રાજકીય કારકિર્દી

જગદીશ વિશ્વકર્મા હવે ગુજરાત ભાજપની કમાન સંભાળશે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાત ભાજપ અધ્યક્ષને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે આજે સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થયું છે.

જગદીશ વિશ્વકર્માની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો વિશ્વકર્મા OBC સમાજમાંથી આવે છે અને તે સરકાર અને સંગઠન પર મજબૂત પકડ ધરાવે છે. આ સાથે જ જગદીશ વિશ્વકર્મા વડાપ્રધાન મોદીની ગૂડબૂકમાં પણ નામ ધરાવે છે. જગદીશ વિશ્વકર્મા હાલ અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. અ સાથે જ તે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપે છે. આ સાથે જ જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે.

જગદીશ વિશ્વકર્માના જો વ્યવસાયની વાત કારવમાં આવે તો તે ટેક્સટાઈલ મશીનરી મેન્યુફેક્ટરિંગનો છે. આ સાથે જ તે અમદાવાદના સૌથી ધનીક ધારાસભ્યોમાંથી એક છે. આ સાથે જ નિકોલ મતવિસ્તારથી સતત ત્રીજી વખત વિધાનસભા માટે ચૂંટાઈ આવ્યા છે. અને હાલમાં તેમની પાસે કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, માર્ગ અને મકાન, MSME, વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન સહિતના મહત્વપૂર્ણ હવાલાઓ છે.

જગદીશ વિશ્વકર્મા ડાઉન ટુ અર્થ નેતાઓમાંથી એક માનવામાં આવે છે. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1998માં થઈ હતી. જગદીશ વિશ્વકર્માએ બુથ ઇન્ચાર્જ તરીકે રાજકારણમાં પ્રથમ ડગલું માંડ્યું હતું, અને ત્યાર બાદ ભાજપમાં વિવિધ મહત્વપૂર્ણ પદો પર કાર્યરત રહ્યા છે. જગદીશ વિશ્વકર્મા ઉદ્યોગ સેલના સંયોજક અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *